પુત્રવધુ ના ત્રાસ માંથી વિધવા સાસુ ને મુક્ત કરાવતી અભયમ ટીમ પાદરા.
તારીખ ૨૮/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા શહેરના પાદરા તાલુકા ના વિસ્તાર માથી એક પીડીત વિધવા મહિલા નો કોલ ૧૮૧ અભયમ પર આવતા જણાવેલ કે મારી વહુ જમવાનું ન આપતી હોવાથી તેમજ હેરાન કરે છે અને ઝઘડાઓ કરે છે અને મારપીટ કરે છે તે માટે મહિલા હેલ્પલાઇનની મદદ માગી સમજાવવા માટેજેથી પાદરા અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને પીડિત મહિલાનો કન્સલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિત મહિલા પચીસ વર્ષથી વિધવા છે જ્યારે તમને લગ્ન થયું અને તેમના બે બાળકો નાના હતા ત્યારથી તેમના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારથી પીડિત મહિલા પોતાના બાળકોનું એકલી જ ભરણ પોષણ કર્યું અને અત્યારે તેમના દીકરાનું લગ્ન કર્યું અને તેમના વહુ તેમને જમવાનું નહીં આપતા તેમજ અપ શબ્દ બોલીને હેરાન કરે છે અને પીડિત મહિલા સમજાવે ત્યારે તેમની જોડે માર પીટ કરે છે જેથી મહિલા બીજા ઘરે એકલી રહે છે આજે સાંજે ઘરમાં લોટ લેવા માટે આવી ત્યારે તેમની વહુએ લોટ નહીં આપ્યો અને ઝઘડો કરી મારપીટ કરી જેથી પીડિત મહિલા અભયમ ની મદદ લીધી અને અભયમ એ પીડિત મહિલાની વહુનું કાઉન્સિલિંગ કર્યું અને તેમને સિનિયર સિટીઝન કાયદાકીય માહિતી આપી તેમજ હવે પછી પોતાની સાસુને હેરાન નહીં કરવું તેમજ પીડિત મહિલાના દીકરાને મમ્મી નું મહત્વ સમજાવ્યું અને ભેગા રહેવાની માહિતી આપી અને હવે પછી ફરીથી ભૂલ ના થાય એના માટે બાહેધરી પત્ર લખી બંને પક્ષોનું શાંતિથી સમાધાન કરી આપું જેથી વિધવા મહિલાએ અભયમ નો આભાર માન્યો.