MORBI:MMC@1ની ઉજવણી દરમિયાન માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને કચેરીના કામકાજથી અવગત કરાશે

MORBI:MMC@1ની ઉજવણી દરમિયાન માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને કચેરીના કામકાજથી અવગત કરાશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણીના સંદર્ભે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રોસાહિત કરવા અને મહાનગરપાલિકાની કામગીરીથી વિદ્યાર્થીઓ અવગત થાય તે માટે પ્રાયોગિક ધોરણે નક્કી કરેલી શાળાના વિદ્યાર્થીઓને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિઝીટ માટે બોલાવી દરેક શાખાની કામગીરીની જાણકારી આપવામાં આવશે.
વિદ્યાર્થીએ આવનાર ભવિષ્યની પેઢીના દેશના નાગરિકો કહેવાય છે, દેશના વિદ્યાર્થીઓ સક્ષમ અને મજબૂત હશે તો આપણું ભાવી સુંદર હશે, મોરબી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા દેશના ભાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ અને સક્ષમ બનાવવા માટે MMC@1 ની ઉજવણી સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને શિક્ષણ માટે સરકારી – ખાનગી શાળાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ને પ્રાયોગિક ધોરણે નક્કી કરેલી કુલ 15 શાળા ના વિદ્યાર્થીઓને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે તા. 29/ 12/ 2025 ના રોજ સવારે 10:30 એ લાવવામાં આવશે, ત્યારબાદ કચેરીના તમામ વિભાગો થી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે, વધુમાં શાળાકીય વિદ્યાર્થીઓ વિઝીટ માં આવશે ત્યારે તેમને વિવિધ શાખા માં અધિકારી બનાવવામાં આવશે, મહાનગરપાલિકાની કામગીરીની નખશીખ જાણકારી શાળાકીય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને MMC દ્વારા પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમ બાદ તા. 30/ 12/ 2025 ના રોજ યોજાનાર *A Day With Commissioner* માટે શ્રેષ્ઠ દેખાવ કરનાર 10 બાળકોની પસંદગી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સરકારી – ખાનગી નક્કી કરેલી શાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.








