GUJARATMAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લામાં હોળી ના પર્વે અકસ્માતને પહોંચી વળવા 13 જેટલી 108 એમ્બ્યુલન્સ એલર્ટ મોડ પર
મહીસાગર જિલ્લામાં હોળીના પર્વે અકસ્માતને પહોંચી વળવા ૧૩ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ એલર્ટ મોડમાં
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
હોળી અને ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં આ તહેવારની ઉજવણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હોળી તહેવાર દરમિયાન અકસ્માત બનાવો પણ બનતા હોય છે. આ અનિચ્છનીય બનાવોને લઈ તંત્ર પણ એલર્ટ બની જતું હોય છે. સામાન્ય દિવસો કરતાં હોળી અને ધુળેટીના દિવસે અકસ્માત અને અન્ય કેસો વધારે નોંધાવવાની શક્યતા છે.
૧૦૮ ઈમરજન્સી સેવાના ૨૦૨૪ના વર્ષના આંકડા મુજબ હોળીના દિવસે ૩૩.૩૩% જ્યારે ધૂળેટીના દિવસે ૭૨.૨૨% જેટલા અકસ્માત ધૂળેટીના દિવસે થાય છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇમરજન્સી કેસને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લામાં ૧૩ એમ્બ્યુલન્સ એલર્ટમોડ ઉપર રાખવામાં આવેલ છે અને કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા ૧૦૮ સજ્જ છે.