
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા મધ્યે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયનો ૨૨મો ધ્વજારોહણ મહોત્સવ: બે દિવસીય ભક્તિમય આયોજન
મુંદરા, તા. 3:
મુંદરા ખાતે આવેલા શ્રી તપગચ્છ જૈન સંઘ સંચાલિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની ૨૨મી વર્ષગાંઠ નિમિત્તે આગામી તારીખ ૧૧ અને ૧૨ મે, ૨૦૨૬ના રોજ બે દિવસીય ભવ્ય ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી આનંદવર્ધન સૂરીશ્વરજી મ.સા. તથા આચાર્ય શ્રી આત્મદર્શન વિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં આ મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાશે.
તપગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને સહમંત્રી શ્રી વિનોદભાઈ મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મહોત્સવના પ્રથમ દિવસે તા. ૧૧-૦૫-૨૦૨૬ના રોજ સવારે ૧૮ અભિષેકનું આયોજન છે. આ દિવસે ત્રણેય ગચ્છના સ્વામીવાત્સલ્ય તથા ત્રણ ચોકીયારની ધજાનો લાભ શાહ મહેતા ચુનીલાલ ચત્રભુજ પરિવારે લીધો છે. સંધ્યા ભક્તિનો લાભ મહેતા કાંતિલાલ વાઘજીભાઈ પરિવારે લીધો છે.
મહોત્સવના મુખ્ય દિવસે તા. ૧૨-૦૫-૨૦૨૬ના રોજ સવારે ભવ્ય શોભાયાત્રા, સ્નાત્રપૂજા અને ૧૭ ભેદી પૂજા બાદ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. આ મુખ્ય ધજા તેમજ ત્રણેય જિનાલયની આંગી અને સ્વામીવાત્સલ્યનો લાભ માતૃશ્રી ઝવેરબેન વાડીલાલ હાથીભાઈ શાહ પરિવારે લીધો છે.
આ ઉપરાંત અન્ય ધર્મલાભ લેનાર પરિવારોમાં:
* રંગ મંડપના ઘુમ્મટની ધજા: માતૃશ્રી ગુલાબબેન નાગજીભાઈ પરિવાર.
* શ્રી પાર્શ્વ યક્ષ તથા પદ્માવતી દેવીની ધજા: માતૃશ્રી કંચનબેન વાડીલાલ ફોફડીયા પરિવાર.
* મણિભદ્ર વીર તથા ચકેશ્વરી દેવીની ધજા:માતૃશ્રી ઝવેરબેન કાંતિલાલ શેઠ પરિવાર.
* ગુરુ પાદુકાની ધજા:માતૃશ્રી ચંદનબેન ચુનીલાલ વોરા પરિવાર.
આ પ્રસંગે અમદાવાદના જાણીતા વિધિકાર શ્રી પ્રવીણભાઈ વિધિ-વિધાન કરાવશે જ્યારે બિદડાના પ્રખ્યાત સંગીતકાર કિશોરભાઈ એન્ડ પાર્ટી સંગીતની સુરાવલીઓ રેલાવશે. આ મહોત્સવને લઈને સમગ્ર મુંદરા અને કચ્છ-મુંબઈના જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિનાલયને વિશેષ રોશની અને શણગારથી સજાવવામાં આવશે. હાલ સંઘના અગ્રણીઓ દ્વારા આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




