સુરેન્દ્રનગર એમ.પી વોરા કોલેજમાં 50 વિધાર્થીઓને કોમ્પ્યુટર પ્રેક્ટીકલમાં ફેઈલ કરવા મામલે ABVP દ્વારા રજૂઆત કરાઈ
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની એમ.પી.વોરા કોલેજ વિવાદમાં આવી છે કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં નપાસ કરતા વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો છે એક બાજુ છેલ્લા 1 વર્ષથી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના શિક્ષકો જ ન હોવાનો વિદ્યાર્થીઓએ લગાવ્યો છે ભણતર વગર જ કોમ્પ્યુટર સાયન્સના કલાસ બતાવી વિદ્યાર્થીઓ પાસે થી કોલેજે ફી પેટે રૂપિયા પડાવી લીધા 50 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ કરવામાં આવતા કોલેજના પ્રિન્સિપાલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ભારે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો ભણતરના નામે રૂપિયા પડાવાનું કૌભાંડ કરવામાં આવતા હોવાનો પણ વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ જે છેલ્લા 76 વર્ષોથી વિધાર્થી ના હિત માં કામ કરાયું મોટું છાત્ર સંગઠન છે કોમ્પ્યુટર સાયન્સના યુનિવાસટા પ્રેક્ટીકલ એક્ઝામમાં જે 50 વિધાર્થીઓને કેઈલ કરવામાં આવે છે તેઓને ગ્રેસિંગ માર્ક આપી પાસ કરવામાં આવે. તેવી રજુઆત કરાઇ છે બીજું કાર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા છ મહિનાથી પ્રાધ્યાપક નથી એટલા માટે પ્રાધ્યાપકનો ત્વરિત ધોરણે નિમણૂક કરવામાં આવે તથા જે વિધાર્થીઓએ રી એસેસમેન્ટ માટેએ ફ્રી ભરેલ છે એની ફ્રી કોલેજ પ્રશાસન દ્વારા પાછી આપવામાં આવે તથા કોલેજની અંદર છેલ્લા એક વર્ષ થી પણ વધારે સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે જેને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે ઉપરોક્ત વિષયના તુરત નિરાકરણ હેતુ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સુરેન્દ્રનગર કોલેજ સમક્ષ માંગ કરે છે અને આ માંગ ન સ્વીકારતા અ.ભા.વિ.પ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.



