ARAVALLIBHILODAGUJARATMODASA

શામળાજી – ખારી ગામ નજીક ટ્રેલરે 108 એમ્બ્યુલન્સને પાછળથી ટક્કર મારતા અકસ્માત એમ્બ્યુલન્સ પલટી ખાઈ, પાયલોટ અને EMT ને ઈજા

હિંમતનગરથી શામળાજી પરત ફરતી એમ્બ્યુલન્સ સાથે અકસ્માત, ટ્રેલર નંબર GJ-39-TA-3552ના ચાલક સામે ગુનો નોંધાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – ખારી ગામ નજીક ટ્રેલરે 108 એમ્બ્યુલન્સને પાછળથી ટક્કર મારતા અકસ્માત એમ્બ્યુલન્સ પલટી ખાઈ, પાયલોટ અને EMT ને ઈજા

હિંમતનગરથી શામળાજી પરત ફરતી એમ્બ્યુલન્સ સાથે અકસ્માત, ટ્રેલર નંબર GJ-39-TA-3552ના ચાલક સામે ગુનો નોંધાયો

અરવલ્લી : શામળાજી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખારી ગામની સીમમાં નેશનલ હાઇવે પર 108 એમ્બ્યુલન્સને પાછળથી ટ્રેલરે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એમ્બ્યુલન્સ પલટી ખાઈ જતાં પાયલોટ અને ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ઇજાગ્રસ્ત થયા હતા.

ફરિયાદ મુજબ, 108 એમ્બ્યુલન્સના પાયલોટ હર્ષદસિંહ તીરુસિંહ જાડેજા અને EMT હિતેષસિંહ ભરતસિંહ સોલંકી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને મુકીને શામળાજી પરત ફરી રહ્યા હતા. બપોરે આશરે 3:30 વાગ્યે ખારી ગામની સીમમાં પહોંચતા પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા ટ્રેલર નંબર GJ-39-TA-3552 ના ચાલકે એમ્બ્યુલન્સને જોરદાર ટક્કર મારી હતી.ટક્કરની અસરથી એમ્બ્યુલન્સ ડિવાઇડર સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી બંને કર્મચારીઓને બહાર કાઢી સારવાર માટે શામળાજી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. હર્ષદસિંહ જાડેજાને શરીરે, જમણા પગે, જમણી આંખે તેમજ પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે હિતેષસિંહ સોલંકીને પણ શરીરે અને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. હિતેષસિંહને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે હર્ષદસિંહ જાડેજાની ફરિયાદના આધારે શામળાજી પોલીસે ટ્રેલર નંબર GJ-39-TA-3552 ના અજાણ્યા ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જી ઈજા પહોંચાડવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!