ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ એલસીબીની કાર્યવાહી: કરમસદ પંચવટી વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ

આણંદ એલસીબીની કાર્યવાહી: કરમસદ પંચવટી વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ

તાહિર મેમણ – આણંદ – 06/08/2026 –

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) આણંદને મહત્વની સફળતા મળી છે. કરમસદ પંચવટી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) અને બિયરની બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરની મોટી માત્રામાં બોટલો મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુદ્દામાલ તરીકે વિદેશી દારૂ, બિયરની બોટલો અને અન્ય સામગ્રી સહિત કુલ અંદાજે ₹48,585નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબી આણંદની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડી હતી.

Back to top button
error: Content is protected !!