BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં ગણિત ,વિજ્ઞાન તેમજ સામાન્ય જ્ઞાનની કવિઝ સ્પર્ધા યોજાઈ

6 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં ગણિત ,વિજ્ઞાન તેમજ સામાન્ય જ્ઞાનની કવિઝ સ્પર્ધા યોજાઈ. જેમાં ધોરણ પાંચથી આઠના બાળકો જોડાયા.જુદી જુદી બાળકોની ચાર ટીમ બનાવવામાં આવી. જગદીશ ચંદ્ર બોઝ, સી વી રામન, ડૉ એ.પી.જે અબ્દુલ કલામ, ડૉ. વિક્રમ સારાભાઈ જેવા ટીમોના નામ આપવામાં આવ્યા.જુદા જુદા પ્રકારના ચાર રાઉન્ડ આપવામાં આવ્યા. વિજેતા બાળકોની યાદી બનાવવામાં આવી.ભાગ લીધેલા તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સફળ સંચાલન અરવિંદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું.જેમાં શાળાના આચાર્યશ્રી શ્રી બ્રિજેશભાઈ પરમાર દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રૂબિનાબેન, ઝહીરભાઈ,મુસ્તાકભાઈ , શાંતિભાઈ, નિરલબેન, રામસંગભાઈ, તેમજ રામજીભાઈ રોટાતર અને અન્ય શિક્ષકોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.





