GUJARATMULISURENDRANAGAR

ઉમરડા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી શંકાસ્પદ ભુમિકા

પંચ રોજકામ હોવાછતાં ચાર ચરખી મશીન જપ્ત ન કર્યા કે કેસ ન કર્યો

તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પંચ રોજકામ હોવાછતાં ચાર ચરખી મશીન જપ્ત ન કર્યા કે કેસ ન કર્યો

મુળી તાલુકાનાં ગામોમાં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે ઉમરડા સરપંચ કનુભાઈ કરપડાએ અનેક લેખિત રજુઆત ખાણ ખનીજ વિભાગને કરવામાં આવેલ પરંતુ ખાણ ખનીજ વિભાગ રીતસર ખનીજ માફીયાઓને છાવરતુ હોય તેમ હપ્તો લ‌ઈ પરત ફરતા હતા ત્યારે કરપડાએ વિડીયો વાયરલ કરી સમગ્ર બાબતે ઘટસ્ફોટ કરતાં ખાણ ખનીજ વિભાગ ગત ૨૧ તારીખે દરોડો કોલસાની ગેરકાયદેસર ખાણો ઉપર સરપંચને સાથે રાખી કરવામાં આવેલ જયારે જેમાં અનેક કોલસાની ગેરકાયદેસર ખાણો અને ચાર ચરખી મશીન ઝડપી પાડયા હતા જેમાં વિડીયો ગ્રાફી કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટ રીતે ચાર ચરખી જોઈ શકાય છે અને સરપંચની હાજરી માં પંચ રોજકામ કરવામાં આવેલ હતું જેમાં પણ આ બાબતે નોંધ ખાણ ખનીજ અધિકારીઓએ કરેલ છે તેમ છતા ખનીજ માફીયાઓ સાથે પાછલા બારણે તોડપાણી કરવા માં આવેલ અને ચરખી મશીન મુદામાલ જપ્ત કરવામાં આવેલ નથી કે પોલીસ હવાલે કરેલ નથી ખનીજ માફીયાઓની નામજોગ રજુઆત સરપંચ દ્વારા કરવામાં આવેલ હતી જે નામો પંચ રોજકામમાં પણ લખેલ છે તેમ છતાં એકપણ ખનીજ માફીયાઓ સામે કેસ દાખલ કરવામાં આવેલ નથી ત્યારે કનુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ આ ગૌચર જમીન ઉપર ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણોમાં હપ્તો વસુલીનું કામ કરે છે અને ખુલ્લેઆમ ખનીજ માફીયાઓને છાવરે છે આ બાબતે લેખિત રજુઆત કલેકટર ને પણ કરવામાં આવી છે હાલ આ ગૌચર જમીન ઉપર કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ મામલતદાર વિભાગ તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કોઈ કાર્યવાહી કરતાં શા માટે નથી? તે મોટો સવાલ છે ઉમરડા સરપંચ ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં ખનીજ ખનન વહન ગેરકાયદેસર બંધ કરાવવા માટે અનેક લેખિત રજુઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં કેમ આવતા નથી? એક બાજુ કલેકટર દ્વારા સરપંચ અને તલાટીને ખનીજ ખનનની જાણ માટે કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે ખુલાસો માંગવામાં આવે છે પરંતુ પંચાયત રજુઆતને કોઈ ગણકારતા નથી જયારે અધિકારીઓને જ ગેરકાયદેસર ખાણો ચાલુ રહે અને ખનીજ માફીયાઓનું હિત સચવાય તે માટે આડકતરી રીતે કાર્યવાહી કરવામાં આવતી નથી ગૌચર જમીન પર છેલ્લા બે વર્ષથી ખાણો ધમધમી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે એક કમનશિબી સમાન છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!