GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના ઉજડા ગામમાં ગેરકાયદે બાંધકામ લઈ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી

 

નિલેશ દરજી શહેરા પંચમહાલ

 

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામના ભૂતપૂર્વ સરપંચ દિનેશ ડાહ્યાભાઈ બારીઆની 16મી મે ના રોજ ભેલાણ બાબતે ઉજડા ગ્રામ પંચાયત વિસ્તારના ભરવાડ સમાજના 3 લોકો દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ઉજડા ગામમાં ગામતળની જમીનમાં વસવાટ કરતા ભરવાડ સમાજના તમામ લોકો પોતાના ઘર છોડી ક્યાંક ચાલ્યા ગયા હતા, હત્યા બાદ ગોકળપુરા ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,જેમાં ભેલાણ અને ભરવાડ સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે તે ઉજડા ગામની જમીન ગામતળમાં વસેલા છે તો તેની ખરાઈ કરી તેઓના દબાણો દૂર કરવાનો ઉલ્લેખ હતો. જે બાબતે ઉજડા ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અને સરપંચે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની સૂચના આધારે ભરવાડ સમાજના લોકો ઘર છોડી ચાલ્યા જતા તેઓના ઘર પર નોટિસ ચોંટાડી તેઓ જે ગામતળ જમીનમાં રહે છે તે કાયદેસર છે કે કેમ તે માટે તારીખ 11મી જૂન અને 19મી જૂન તે બાબતના પુરાવા રજૂ કરવા સૂચિત કરવામાં આવ્યા હતા,જેમાં તેઓ સરકારી ગામતળની જમીનમાં ગેરકાયદે કાચા પાકા મકાનોનું બાંધકામ કરી તે મકાનોમાં વસવાટ કરતા હોવાનું તંત્રને ધ્યાને આવતા સોમવારના રોજ આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી સંજય બારીઆ અને વહીવટી તંત્ર અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ગામતળની જમીનમાં બાંધકામ કરવામાં આવેલા તમામ 26 મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ દબાણની કાર્યવાહી દરમ્યાન શહેરા પોલીસ મથકના પી.આઈ આર.કે.રાજપૂત અને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મીઓનો સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સોમવારે સવારના 11 વાગ્યાથી ચાલુ થયેલી દબાણ દૂર કરવાની કામગીરી બપોરના 3 વાગ્યા સુધી ચાલી હતી,તો ગામમાં વાતાવરણ બગડે નહીં તે માટે દરેક જગ્યાએ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!