BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ભાલુસણા ગામ ખાતે સીડબોલ પ્લાન્ટેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો

20 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર દ્વારા સીડબોલ પ્લાન્ટેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સામે લડવા અને પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધે તે હેતુથી આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વૃક્ષારોપણ ઉપરાંત ટેક્નોલોજી અને કુદરતના સમન્વય સમાન ‘સીડ બોલ’ (બીજ ગઠ્ઠા) ટેકનિક પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ મુખ્યત્વે બે તબક્કાઓ ની અંદર વહેંચવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં કોલેજના ભૂગોળ વિભાગના પ્રો.વિરેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, વનસ્પતિશાસ્ત્ર વિભાગના પ્રો.ભૂમિકાબેન ચૌધરી અને પ્રો.કવનભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ માટી, ગાયનું છાણ, કોકો પીટ અને દેશી બીજ લઈને સિડબોલ બનાવવામાં આવ્યા હતા .જેમાં તેઓએ મળીને કુલ ૯૦૦ થી પણ વધારે સિડબોલ બનાવ્યા હતા. જેની અંદર વિવિધ પ્રકારના સિડબોલ જેવા કે લીમડા ,જાંબુ ,ખજૂર ,દૂધી, વાલોડ, ગલકા ,કલિંગડા, તુરીયા, ભીંડા, કારેલા વગેરે જેવા બીજ ના સિર્બોલ બનાવવામાં આવ્યા હતા.
​સીડ બોલ ગ્રોઈંગ: વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે આ સીડ બોલ કેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ બીજને સુરક્ષિત રાખે છે અને ચોમાસાના વરસાદી પાણીનો સંપર્ક થતાં જ તેમાંથી આપોઆપ અંકુરણ (છોડનો વિકાસ) શરૂ થાય છે. બીજો તબક્કો પરંપરાગત વૃક્ષારોપણનો રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના અધ્યાપકશ્રીઓ અને આચાર્યશ્રીઓ દ્વારા ભુવનેશ્વર વન ભાલુસણા ગામે ( સતલાસણા )આવેલા ભુવનેશ્વર વન ની અંદર 100 થી પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ સીડ બોલને પણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર ભુવનેશ્વર વનના સભ્યશ્રી તથા માજી સરપંચ શ્રી હરપાલસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને તેઓને વૃક્ષારોપણ અને પ્લાન્ટેશનમાં સહકાર આપ્યો હતો .તેઓ દ્વારા વિદ્યાર્થીઓને બપોરે ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અને તારંગા ખાતે આવેલા અત્રી આશ્રમ ના સાહેબ શ્રી મહેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા તથા તેઓએ વિદ્યાર્થીઓને કઈ રીતે સીટબોલ તથા વૃક્ષારોપણ કરવો તેની વિસ્તૃત સમજ આપી હતી . તેઓએ વિદ્યાર્થીઓને અત્રી આશ્રમમાં આવકાર્યા હતા અને ત્યાં તેમને વિવિધ લુપ્ત થતી વનસ્પતિ ની પ્રજાતિઓ તદુપરાંત ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.વૃક્ષારોપણ અને સીડ બોલ પ્લાન્ટેશન પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ મીની પાવાગઢ સ્થળ ની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ કોલેજના આચાર્યશ્રીઓ ડો.અલકાબેન મેવાડા તથા પ્રો.કાર્તિકભાઇ કડિયા સાહેબે શ્રી હરપાલસિંહ ચૌહાણ તથા શ્રી મહેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી તથા સર્વે હોદ્દેદાર શ્રીઓએ કોલેજના આચાર્યશ્રીઓ ,અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ખુબ ખુબ અભિનંદન પાઠ્ય હતા.

Back to top button
error: Content is protected !!