એડવોકેટ જે.ડી.અગેચાણીયાની ધારદાર દલીલો થકી મોરબી જીલ્લાના સાયબર ક્રાઈમના ગુન્હામાં આરોપીનો મોરબી ડીસ્ટ્રકટ કોર્ટમાં જામીન પર છુટકારો.
મોરબી જીલ્લાના સાયબર ક્રાઈમના ગુન્હામાં આરોપીનો મોરબી ડીસ્ટ્રકટ કોર્ટમાં જામીન પર છુટકારો.
મોરબી જીલ્લાના સાયબર ક્રાઈમના ગુન્હામાં આરોપીનો મોરબી ડીસ્ટ્રકટ કોર્ટમાં જામીન પર છુટકારો.
સાયબર ક્રાઈમ પો.સ્ટે. મોરબી એ પાર્ટ ગુ.ર.નં. ૦૦૦૮/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨) તથા આઈ.ટી. એકટની કલમ-૬૬(ડી) મુજબની ફરીયાદપક્ષ દવારા ફરીયાદ આપેલ, કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી વોટસએપ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ વાળાએ ફરીયાદી સાથે ફરીયાદીના મોબાઈલમાં વોટસએપ મેસેજ કરી ફરીયાદીને પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે વાત કરી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી અને ફરીયાદી અવારનવાર વોટસએપ ચેટ ધ્વારા આ જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય અને ફરીયાદીને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ફરીયાદીના વોટસએપમાં મોકલી હોય અને ફરીયાદીને રૂ. ૯૮,૦૦,૦૦૦/- ડીલરને એડવાન્સ પેમેનટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરેલ હોય જેથી ફરીયાદીએ આ યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧ ૦૦૦૦૬૮૭માં રૂ. ૯૮,૦૦,૦૦૦/- આર.ટી.જી.એસ. ધ્વારા મોકલી આપેલ હોય અને ફરીયાદીએ આ શરત ચાંડાક સાથે વાત કરતા પોતે ફરીયાદીને કોઈ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હોય અને ફરીયાદીને જાણવા મળેલ કે આ કામના આરોપી (૧)મોબાઈલ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ તથા (૨) યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧ ૦૦૦૦૬૮૭ ના ખાતાધારકે મળી ગુનાહીત કાવતરુ રચી ફરીયાદી સાથે રૂ. ૯૮,૦૦,૦૦૦/- ની વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલ છે.
અરજદાર તરફે તેમના વિ.વ.શ્રી જે.ડી.અગેચાણીયા નાઓએ તેમની દલીલોમાં મુખ્યત્વે એવી રજુઆત કરેલ છે કે,આરોપી સામેની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. અરજદાર/ આરોપીને જો તેમને જામીન પર મુકત કરવામાં ન આવે તો તેનું ભવિષ્ય અંધકારમય બની જાય તેમ છે. અરજદાર/આરોપી કોઈ ગુનાહીત ઈતીહાસ ધરાવતા નથી. અરજદાર/આરોપીને જેલમાં રહેવું પડે તો તેમના પરીવારજનોને નુકશાની વેઠવી પડે તેમ છે. અરજદાર/આરોપીને જો જામીન પર મુકત કરવામાં ન આવે તો પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે.ફોજદારી ન્યાયશાસ્ત્રમાં “જામીન એ નિયમ અને જેલ એ અપવાદ છે.’ તે સિધ્ધાંત સાથે વ્યકિત સ્વતંત્રતાનો સિધ્ધાંત તેમજ ના.સુપ્રિમ કેર્ટના સંજયચંદા વિ. સી.બી.આઈ., ૨૦૧૨(૧), એસ.સી.સી. ૪૦ તેમજ સત્યંન્દ્રે અંટીલ વિરુધ્ધ સી.બી.આઈ. ના કેસના ચુકાદામાં પ્રતિપાદીત કરેલ સિધ્ધાંત ધ્યાને લઈ જામીન પર મુક્ત કરવા દલીલ કરવામાં આવેલ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ જે.ડી.અગેચાણીયા દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ.
આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, આર.ડી.ચાવડા(રવિ ચાવડા), કુલદીપ ઝીઝુંવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.