દિવાળી બાદ વિજાપુર નો માર્કેટયાર્ડ ખુલતા બજારમાં મગફળી ની આવક મા તેજી ભાવ માં સો નો વધારો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
દિવાળી ના તહેવાર બાદ વિજાપુર માર્કેટયાર્ડ બજાર ખુલતા ની સાથે મગફળી ની આવક મા ભારે તેજી જોવા મળી રહી છે ખેડુતો દ્વરા મગફળી ની ખરીદી વેચાણ માં લાંબી કતારો લાગી હતી. મગફળી ના ભાવો માં સો રૂપિયા વધુ બોલતા બજાર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા ખેડૂતો પાસેથી બજાર મા મબલખ મગફળી ની આવક થઈ રહી છે દિવાળી પછી ખુલતા બજાર માં સાત થી આઠ હજાર સુધી ની બોરી ની આવક બજાર થઈ હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતુ મગફળી ની નો ભાવો સારા મળતા ખેડુતો મા આનંદ ની લાગણી ઊભી થવા પામી છે આજે બજાર માં અગીયાર સો પચ્ચાસ થી તેરસો સુધીના ના ભાવો બોલતા માર્કેટયાર્ડ ના બજાર મા ખેડૂતો ની ભારે ભીડ જોવા મળી હતી મગફળી ના સારા ભાવ મળતા ખેડુતો માં ઉત્સાહ જાગ્યો હતો. રાજ્ય સરકારે પણ બજાર સમિતિ ને આપેલી સુચના અનુસાર મગફળી ની ખરીદી મા કોઈ ગેરરીતી ના થાય તે માટેની તકેદારી રાખવી તેમજ ખેડુતો દ્વારા લાવવા મા આવેલ માલ અને તેના હિતો જળવાય તે માટે યોગ્ય માણસો મુકવા ની પણ સુચના ઓ આપવા આવી હતી સૂચના ને પગલે બજાર સમિતી દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો હતો હાલ માં ખેડુતો થી એપીમસી બજાર ધમધમી રહયુ છે આ એપીએમસી ના સેક્રેટરી રમેશભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર મગફળી ની બજાર મા આવક સારી થઈ રહીછે હાલ માં સાત થી આઠ હજાર બોરી મગફળી ની આવક થઇ છે ભાવો અગીરસો પચ્ચાસ થી તેરસો ની બોલીથી ભાવ સારા મળતા ખેડૂતો મા પણ ઉત્સાહ જણાઈ આવે છે મગફળી ના ખરીદી ને લઇને સરકાર ની સૂચના નો પણ પાલન કરવામાં આવી રહ્યો છે અગાઉ એક હજાર પચીસ નો ભાવ છે હાલ માં રૂ.1150 છે આજે રૂ 1350 થી બજાર બંધ થયો હતો.
( આજનો મગફળી નો ભાવ 1150 રૂપિયા થી શરૂ કરાયો હતો અને આઠ હજાર બોરી ની આવક 8000 ની આવક થઇ છે )