BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA

કૃષિ અને ગ્રામિણ સમૃદ્ધિ પર બજેટ બાદ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વેબિનાર યોજાયો.

કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા રૂ.૩ લાખથી વધારી રૂ.પ લાખ કરવામાં આવી.

કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં ભારતના અન્નદાતાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનાથી સરકારની કૃષિ વિકાસ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો લાવવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. કૃષિને દસ મુખ્ય વિકાસક્ષમ ક્ષેત્રોમાં સામેલ કરવામાં આવ્યું છે, જે ભારતની આર્થિક પ્રગતિને વેગ આપતું એક મહત્વપૂર્ણ એન્જિન છે. ૦૧ માર્ચ ૨૦૨૫ના રોજ “કૃષિ અને ગ્રામિણ સમૃદ્ધિ પર બજેટ બાદનો વેબિનાર” (Post-Budget Webinar on Agriculture & Rural Prosperity) યોજાયો હતો. જેનું છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ બેક ઓફ બરોડાના ગ્રામીણ સ્વરોજગાર સંસ્થાન ભવન ખાતે વર્ચ્યુઅલ નિહાળ્યું હતું.

આ વેબિનારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DoA&FW), RBI, NABARD, અનુસૂચિત વાણિજ્ય બેંકો (SCB), પ્રાદેશિક ગ્રામિણ બેંકો (RRB), રાજ્ય સહકારી બેંકો (StCB), જિલ્લા કેન્દ્રિય સહકારી બેંકો (DCCB), રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિઓ (SLBC), કૃષિ વિકાસ કેન્દ્રો (KVK) અને દેશભરના ખેડૂતો જોડાયા હતા.

આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪ મુજબ,૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં ૭.૭૫ કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ખાતાઓ છે. અલ્પકાળ માટેની લોનની જરૂરિયાતો પૂરી કરીને KCC યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે. KCC-સુધારેલી વ્યાજ સહાય યોજના (KCC-MISS) હેઠળ ૪% ની અસરકારક અનુદાનિત વ્યાજ દર પર ખેડૂતોને લોન આપવામાં આવે છે. કિસાનોને સસ્તું અને સરળ લોન સુલભ થાય તે સુનિશ્ચિત કરવા માટે, RBI એ બિન-જામીનવાળી KCC લોન મર્યાદા ₹૧.૬ લાખથી વધારી ₹૨ લાખ કરી છે. કેન્‍દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ હેઠળ સુધારેલી વ્યાજ સહાય યોજના (MISS) હેઠળ લોન મર્યાદા ₹૩ લાખથી વધારી ₹૫ લાખ કરી દેવામાં આવી છે.આ પગલાંથી નાના અને સીમાંત ખેડૂતો પર નાણાકીય ભાર ઓછો થશે અને કૃષિ ક્ષેત્રમાં વધુ રોકાણ માટે પ્રોત્સાહન મળશે. ખેતી ઉત્પાદન, બાગાયત, પશુપાલન અને માછીમારી માટે જરૂરી વર્કિંગ કેપિટલની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવામાં આ પગલું ખૂબ મદદરૂપ થશે.

સરકારે પાછલા દાયકાઓ દરમિયાન MISS યોજના હેઠળ ખેડૂતોને ₹૧.૪૪ લાખ કરોડની સહાય પૂરી પાડી છે. આ પહેલ દ્વારા, કૃષિ ક્ષેત્રમાં ટૂંકા ગાળાના લોનને ૨૦૨૩-૨૪ના ₹૯.૮૧ લાખ કરોડથી વધારી ૨૦૨૯-૩૦ સુધી ₹૨૦લાખ કરોડ સુધી પહોંચાડવાનો સરકારનો લક્ષ્ય છે.

બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!