BHARUCHGUJARATJHAGADIYA

વણાકપુર દુર્ઘટના બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજની તાત્કાલિક મુલાકાત, ઇજાગ્રસ્ત ભાઈ-બહેનની સિવિલ હોસ્પિટલમાં ખબરઅંતર પૂછ્યાં

વણાકપુર દુર્ઘટના બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજની તાત્કાલિક મુલાકાત, ઇજાગ્રસ્ત ભાઈ-બહેનની સિવિલ હોસ્પિટલમાં ખબરઅંતર પૂછ્યાં

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે ભારે વરસાદના કારણે આદિવાસી ફળિયામાં એક કાચા મકાનની દિવાલ ધરાશાય થતાં ગરીબ આદિવાસી પરિવારના બે સંતાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પરિવાર ખેતી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ તાત્કાલિક વણાકપુર ગામે પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિવારને સાંત્વના આપી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

ત્યારબાદ તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્ત ભાઈ બહેન સંગીતા વસાવા તેમજ નરેશ વસાવા ની ખબર અંતર પૂછી હતી. ડોક્ટરો અને સંબંધિત સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરી ઇજાગ્રસ્તોને સારી સારવાર અને જરૂરી તમામ સરકારી સહાય ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખે પરિવારને વિશ્વાસ આપ્યો હતો કે, સરકારી સહાય ઉપરાંત જો અન્ય કોઈ જરૂરિયાત ઊભી થશે તો પણ શક્ય તમામ મદદ કરવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના સદસ્ય અક્ષયભાઈ વસાવા, સામાજિક કાર્યકર સંદીપભાઈ વસાવા, સંગઠનના ઉપપ્રમુખ પાર્થ પટેલ, ભાવેશભાઈ ઝાલા, વનરાજસિંહ મકવાણા, પ્રફુલભાઈ વસાવા, માજી મહામંત્રી વિક્રમસિંહ રાજ, તેમજ અન્ય સામાજિક આગેવાનો, સરપંચશ્રીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!