અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં 178 જુના શિક્ષકોને નિમણૂક હુકમ એનાયત
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત રાજ્ય શૈક્ષણિક ભરતી પસંદગી સમિતિ દ્વારા આયોજિત જુના શિક્ષક ભરતી 2024 અન્વયે સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના હસ્તે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અનુદાનિત શાળાઓમાં 178 જુના શિક્ષકોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા.
ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન “શિક્ષક કભી સાધારણ નહિ હોતા” પંક્તિનું સંબોધન કરતા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને શિક્ષક તરીકેના કર્તવ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાનો સંદેશ આપ્યો.
જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબેન જ્હાએ ઉપસ્થિત શિક્ષકોને “બાળદેવો ભવ” મંત્રને સાર્થક કરવા ફરજો નિભાવવાનો અનુરોધ કર્યો હતો.
ઉમેદવારોએ રાજ્ય ભરતી પસંદગી સમિતિની પારદર્શક અને સરળ પદ્ધતિને બિરદાવી હતી.
આ પ્રસંગે સમિતિના સભ્ય ડો. જે.વી. પટેલ, બોર્ડ સભ્ય મનુભાઈ પાવરા, પુરુષોત્તમ સોનારા, રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ મનુભાઈ રાવલ, અમદાવાદ જિલ્લાના સંચાલક મંડળના અધ્યક્ષ માણેકલાલ પટેલ તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.