AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતના રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા, ભાજપ ની મુશ્કિલ વધી

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે: ઇસુદાન ગઢવી

INDIA ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂતીથી 2024ની લોકસભા ચૂંટણી લડશે: ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું INDIA ગઠબંધન ભાજપને હરાવશે: ઇસુદાન ગઢવી

અલગ અલગ યુનિવર્સિટીના ટેન્ડરોમાં અને અલગ અલગ જમીન કૌભાંડોથી લઈને બીજા કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ ઉછળ્યા: ઈસુદાન ગઢવી

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ કોઈ એક નેતાના કારણે બીજા નેતાને અરજીઓ પરથી તેમને ઉપાડીને પૂછપરછ કરી: ઈસુદાન ગઢવી

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ આ બાબતે ખુલાસો કરવો જોઈએ કે તેમણે કોઈ તપાસ કરી છે કે નહીં અને જો તપાસ કરી છે તો તેમાં શું નીકળ્યું છે અને કયા કૌભાંડો નીકળ્યા છે અને ગુજરાતની જનતાના પૈસા ક્યાં વપરાયા છે: ઈસુદાન ગઢવી

પ્રજાના ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો અથવા તો એ પૈસા કોઈ લઈ જાય છે અને એ વાતને લઈને જો રાજીનામાં પડતા હોય તો આ બાબતની તપાસ થવી જોઈએ: ઈસુદાન ગઢવી

એક જમીન કૌભાંડની વાત બહાર આવી છે જેમાં એક પૂર્વ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આમાં બીજા કયા અધિકારીઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ થવી જોઈએ: ઈસુદાન ગઢવી

જમીન ખોટી રીતે અપાઇ છે તો તે જમીન હાલ કયા બિલ્ડરોના નામે છે અને તે જમીનને શ્રી સરકાર કરવામાં આવે તેની આમ આદમી પાર્ટી માંગ કરે છે: ઈસુદાન ગઢવી

જમીન કૌભાંડની તપાસ ED દ્વારા કરવામાં આવે: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપના શાસનમાં ભાજપના નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યા હોય એવા ઘણા ઉદાહરણ ભૂતકાળમાં આપણે જોયા છે. તાજેતરમાં ભાજપમાં ઉકળતો ચરું બહાર આવ્યો છે. જેમાં એવી વાત વહેતી થઈ છે કે અલગ અલગ યુનિવર્સિટીના ટેન્ડરોમાં અને અલગ અલગ જમીન કૌભાંડોથી લઈને બીજા કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ ઉછળ્યા હોય તેવી ચર્ચા છે. આ ઘટનાને પગલે ભાજપમાં રાજીનામાં પણ પડ્યા છે. રાજીનામાં પડવા એ ભાજપની આંતરિક વાત છે પરંતુ જ્યારે પ્રજાના ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો અથવા તો એ પૈસા કોઈ લઈ જાય છે અને એ વાતને લઈને જો રાજીનામાં પડતા હોય તો અમારું માનવું છે કે આ બાબતની તપાસ થવી જોઈએ.

પત્રિકા કાંડમાં કેટલાક નામો ઉછળ્યા છે અને ત્યારબાદ ભાજપમાં કેટલાક રાજીનામાં પડ્યા છે. તો એક સામાન્ય નાગરિકના રૂપમાં દરેકને સવાલ થાય છે કે જો ભ્રષ્ટાચાર થયો છે તો આની યોગ્ય તપાસ કરવામાં આવે. એવી વાત પણ વહેતી થઈ છે કે જેનું કામ આતંકવાદીઓને પકડવાનું હોય તેવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમને પણ કોઈ એક નેતાના કારણે બીજા નેતાને અરજીઓ માંથી ઉપાડીને પૂછપરછ કરી. તો આમાં પોલીસની ભૂમિકા ઉપર પણ શંકા ઉપજે છે. તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ આ બાબતે ખુલાસો કરવો જોઈએ કે આ બાબતે તેમણે કોઈ તપાસ કરી છે કે નહીં અને જો તપાસ કરી છે તો તેમાં શું નીકળ્યું છે અને કયા કૌભાંડો નીકળ્યા છે અને ગુજરાતની જનતાના પૈસા ક્યાં વપરાયા છે. અમારી બીજી માંગ એ છે કે રાજીનામા આપ્યા બાદ કોઈ બીજા નેતા એ પદ પર આવીને બેસી જશે પરંતુ પહેલાં જે કૌભાંડ થયા એ કૌભાંડની યોગ્ય તપાસ થવી જોઈએ. જો વધુ મોટું કૌભાંડ હોય તો અમારી માંગે છે કે આ બાબતની તપાસ ED દ્વારા કરવામાં આવે.

એક જમીન કૌભાંડની વાત બહાર આવી છે જેમાં એક પૂર્વ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જો હજારો કરોડની જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે તો આમાં બીજા કયા અધિકારીઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ થવી જોઈએ કારણ કે એક અધિકારી આટલું મોટું કૌભાંડ કરી ન શકે. અને જો એ જમીન ખોટી રીતે અપાઇ છે તો તે જમીન હાલ કયા બિલ્ડરોના નામે છે અને તે જમીનને શ્રી સરકાર કરવામાં આવે તેની આમ આદમી પાર્ટી માંગ કરે છે. જો આ બાબતની તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અમે EDની ઓફિસ પર જઈને આ બાબતની રજૂઆત કરીશું. ગુજરાતનું દેવું ચાર લાખ કરોડ થઈ ગયું છે અને પ્રત્યેક ગુજરાતી પર 63 હજારની આસપાસનું દેવું છે અને બીજી બાજુ ભાજપના લોકો સરકાર ચલાવે છે કે પોતાના ઘર ભરે છે એના પણ ખુલાસા થવા જોઈએ.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુ એક મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જેનું નામ INDIA રાખવામાં આવ્યું છે તે ગુજરાતમાં પણ લાગુ છે. હાલ મેં સીટોની તપાસણી કરી રહ્યા છીએ અને આ INDIAથી ભાજપ ડરી ગયું છે. ભાજપને ખ્યાલ આવી ગયો છે કે INDIA 2024ની ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે. એટલા માટે પ્રધાનમંત્રીથી લઈને બીજા ભાજપના નેતાઓ INDIAને જેમ તેમ બોલી રહ્યા છે. ગુજરાતમાં સીટોની વહેંચણી કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે જો સીટોની વહેંચણીમાં અમે સારું કામ કરીશું તો ગુજરાતની 26 માંથી 26 સીટો ભાજપ આ વખતે નહીં જીતી શકે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!