AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં દિવ્યાંગજનો માટે 53 લાખના સહાયક ઉપકરણોનું વિતરણ, સાંસદ હસમુખભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાતના સહયોગથી ITI કુબેરનગર કેમ્પસ ખાતે દિવ્યાંગજનો માટે વિશેષ સીએસઆર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 163 દિવ્યાંગજનોને કુલ 53,22,561 રૂપિયાના 224 સહાયક ઉપકરણોનું નિ:શુલ્ક વિતરણ કરાયું.

આ ઉપકરણોનું વિતરણ સાંસદ હસમુખભાઈ પટેલ અને ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાનીના હસ્તે કરવામાં આવ્યું. આ સહાયક ઉપકરણોમાં બેટરી સંચાલિત મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ, ઇલેક્ટ્રિક વ્હીલચેર, સ્પોર્ટ્સ વ્હીલચેર, ટ્રાઇસિકલ, વ્હીલચેર, શ્રવણ સહાય, CP ખુરશી, ક્રુચ અને બાળકો માટે TML કીટનો સમાવેશ થાય છે. ALIMCO દ્વારા ઉત્પાદિત આ સાધનો પહેલા જ ઓળખાયેલા દિવ્યાંગજનોને વિતરણ કરાયા.

આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સીએસઆર પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડના સહયોગથી આ વિશેષ કામગીરી સફળ બની.

આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલના જનરલ મેનેજર શૈલેન્દ્રસિંહ જાડેજા, હેતલ પટેલ, જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી, એમ.આર. પુરાણી નાયબ નિયામક (તાલીમ), પરવેઝ આલમ સહાયક નિદેશક (રોજગાર), ALIMCO ઉજ્જૈનના મૃદુલ અવસ્થી, અનુજ ધાકડ તેમજ અનેક સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિતરણ કાર્યક્રમે દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ આગળ વધવામાં સહાયરૂપ થવાની સાથે, સમાજના બધા વર્ગમાં સમાનતાનો સંદેશ પહોંચાડ્યો.

Back to top button
error: Content is protected !!