AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

શિક્ષણ વિભાગ દ્વારા TET- 1 અને TET-2ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી

શિક્ષણ વિભાગ દ્વારા TET- 1 અને TET-2ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યની સરકારી શાળામાં ખાલી પડેલી પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેની TET-1 અને TET-2 માટેની યોગ્યતા કસોટીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. TET-1 અને TET-2 માટે ઓનલાઈન અરજી અન્વયે બંનેની યોગ્યતા કસોટી એપ્રિલમાં યોજવામાં આવશે.

TET-1 કસોટી આગામી એપ્રિલની 16મી તારીખના રોજ યોજાશે જ્યારે TET-2 કસોટી આગામી એપ્રિલની 23મી તારીખે યોજાશે. રાજ્યભરમાંથી TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો કસોટી આપશે.

પ્રાથમિક શિક્ષક બનવા માટે TET-1 અને TET-2 કસોટી પાસ કરવી ફરજિયાત છે. ધોરણ 1થી 5માં શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ TET-1 પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા પાસ કરવી પડે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!