SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ઇવેક્યુએશન ડ્રિલ યોજાઈ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર ટર્મિનલ-2 (T2) ખાતે ૨૬ માર્ચ ૨૦૨૫ ના રોજ ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રિલ યોજાઈ. આ મોક એક્સરસાઇઝ CISF, અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસિસ (AFES) અને અન્ય સંબંધિત હિસ્સેદારોના સહયોગથી, નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ મુજબ સંચાલિત કરવામાં આવી.
બપોરે 12:30 કલાકે શરૂ થયેલી આ ડ્રિલ 13:30 વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. કવાયત દરમિયાન એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે એરપોર્ટની નિયમિત કામગીરી પર કોઈ અસર ન પડે અને રનવે પણ ચાલુ રહ્યો. આ પ્રેક્ટિસનો મુખ્ય હેતુ કટોકટી સમયેStakeholders ની સંકલન ક્ષમતા પરીક્ષી, તેમજ મુસાફરોની સલામતી માટેની તૈયારી અને પ્રતિસાદ ક્ષમતાને મજબૂત બનાવવાનો હતો.
SVPI એરપોર્ટ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સુખાકારી હંમેશા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આવા મૉક ડ્રિલ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓ માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી અસલ પરિસ્થિતિઓમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય.