જામનગર કોર્પોરેશનમાં ૬૪માથી ૬૦ બેઠક ભાજપને ૧૫ વોર્ડમાં પેનલ

જામનગરમાં કેસરીયો ઝંઝાવાત: કોર્પોરેશનથી લઇને પંચાયત સુધી ભાજપનો વિજયધ્વજ-અસંતુષ્ટો હતપ્રત
જામનગર શહેર તથા જીલ્લા પંચાયત સહિતના વિસ્તારોમાં ભાજપનો કેસરીયો રંગ છવાઈ ગયો છે. જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠકોમાંથી ભાજપે ૬૦ બેઠકો પર પેનલ સાથે પ્રભુત્વ સ્થાપિત કરતાં વિપક્ષ માટે આ પરિણામ કારમી હાર ની પછડાટ સમાન
પડ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપના વિકાસ કાર્યોને મતદારો દ્વારા મળેલા પ્રતિસાદે પંચાયત ચુંટણીઓમાં પણ ભાજપને મજબૂત જીત અપાવી છે.
ભાજપના મીડીયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકરના જણાવ્યા મુજબ, શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ ચુંટણી જાહેર થાય તે પહેલાંથી જ સંગઠનાત્મક માઇક્રો મેનેજમેન્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વોર્ડ સ્તરે કાર્યકરોની ગોઠવણી, મતદારો સાથે સીધી જોડાણ અને બૂથ મેનેજમેન્ટ જેવી રણનીતિઓએ પરિણામોમાં મહત્વનો ફાળો આપ્યો છે.
તેમજ ભાજપના મહામંત્રીઓ, હોદેદારો અને કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓએ પણ સંગઠનને મજબૂત બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
પ્રચાર દરમિયાન સતત ચાર ચુંટણી લડીને અવિરત વિજયીથતા રહેલા જામનગર લોકસબવા બેઠકના સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા ની જહેમત અને જનસંપર્ક અભિયાન પણ ભાજપને ફાયદાકારક સાબિત થયા.
રાજકીય વિશ્લેષકોના મત મુજબ, આ પરિણામ માત્ર પ્રચારના પ્રભાવથી નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસ કાર્યો, સંગઠન શક્તિ અને માઇક્રો મેનેજમેન્ટની અસરથી આવ્યું છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે આ પરિણામ ચિંતાજનક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ત્યારે જ્યારે અનેક વિસ્તારોમાં ભાજપે એકતરફી જીત નોંધાવી છે.
મુખ્ય મુદ્દા
જામનગર કોર્પોરેશનમાં ૬૪માંથી ૬૦ બેઠકો પર ભાજપનો કબજો
પંચાયત વિસ્તારોમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી
માઇક્રો મેનેજમેન્ટ અને બૂથ સ્તરની ગોઠવણી નિર્ણાયક
દિગ્ગજ આગેવાનોની પ્રચાર જહેમત ફળી
આ રીતે જામનગરમાં ભાજપે શહેરથી લઇને ગ્રામ્ય સ્તર સુધી પોતાના પ્રભુત્વનો પરચો ફરી એકવાર સાબિત કર્યો છે.
અસંતુષ્ટો અને ટીકીટ નહતી મળી તેમની નડવાની મંછા મનમાં ને મનમા રહી ગઇ
-હુ નહી તો કોઇ નહી હવે દેખાડી દઇશ વગેરે ધમપછાડા સાથે પગ પછાડતા ઘણાયની મનમાં રહી ગઇ ને પાર્ટી આગળ વધી ગઇ હંમેશા પક્ષ મહાન છે વ્યક્તિ નહી પરંતુ અમુક અમુક પક્ષ ને જાગીર સમજે છે તેવાઓને આ વખતે પાર્ટીએ બતાવી દીધુ હતુ.કે માપમાં રહેજો……








