AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગોપાલ ઈટાલીયાને ગુજરાત પોલીસ ખાતામાં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું.

હર્ષ સંઘવીના ગૃહ વિભાગ દ્વારા ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશનની યાદી ગઈકાલે જ જાહેર કરવામાં આવી હતી જેમાં ગોપાલ ઈટાલીયાનું નામ પણ શામેલ હોવાના કારણે પોલીસ ખાતામાં આશ્ચર્યનો માહોલ સર્જાયો છે.

વર્ષ-૨૦૧૫માં ગોપાલ ઈટાલીયાએ પોલીસ કોન્સ્ટેબલ તરીકે રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ના પ્રમોશનના લિસ્ટમાં ગોપાલ ઇટાલીયાનું નામ આવતા પોલીસ વિભાગમાં ચાલી રહેલી લાલીયાવાડી સામે આવી છે.

જો ૨૦૧૫માં રાજીનામું આપ્યા પછી પણ ગોપાલ ઈટાલીયાનું નામ પોલીસના ચોપડે ચાલુ હોય તો પ્રશ્ન એ છે કે, શું ગોપાલ ઈટાલીયાના નામે કોઈએ આટલા વર્ષો સુધી પગાર લીધો છે કે કેમ?

ગોપાલ ઈટાલિયાને મળેલું પ્રમોશન પોલીસ વિભાગની લાલિયાવાડી સામે અનેક સવાલો ઊભા કરે છે.

આ બાબતે લોકોએ હર્ષ સંઘવીની સોશિયલ મીડિયામાં ખુબ ટીકા કરી હતી.

અમદાવાદ પોલીસ સંયુક્ત કમિશનર દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટના ક્રમ નંબર :- ૭૨૬ ઉપર ગોપાલ ઈટાલીયાનું નામ છે.

AAP declares first list of 10 candidates for Gujarat Assembly polls.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button