AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતના BJP નેતાઓ ભૂમાફિયા, ડ્રગ્સ માફિયા, બૂટલેગરની ભૂમિકામાં ? !!!

ગુજરાતમાં હાલ એવી પરિસ્થિતી પ્રવર્તી રહી છે કે, કેસરિયો ખેસ ધારણ કરોને, કાળા કરતૂતો કરો. પક્ષના નામે ચારેકોર ગોરખધંધા ચાલી રહ્યા છે.  ડ્રગ્સ-દારૂની હેરાફેરી હોય કે પછી છેડતી-બળાત્કારની ઘટના હોય, ગૌચર પચાવી પાડવાની વાત હોય કે પછી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ હોય. આ બધાય ગુનાહિત કૃત્યો કરનારાંઓ હવે કમલમનું શરણ લીઘુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, આ બધી ઘટનાઓમાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી છે.

છેલ્લાં એકાદ અઠવાડિયામાં જ આઠ-નવ ઘટના એવી બની છે જેમાં ગુનેગારો તરીકે ભાજપના નેતાઓ હોવાનું ખુલ્યુ છે. ટૂંકમાં, કેસરિયો ખેસ પહેરી ગુનાહિત કૃત્યો કરતાં  તત્વો પણ પક્ષના નામે પાપ ધોવા તત્પર બન્યાં છે. મહત્વની વાત તો એ છે કે, કોઇપણ ચમરબંધીને નહી છોડાય તેવા તકિયાકલામ બોલતાં ગૃહમંત્રી- કમલમ આ મામલે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. બીજી તરફ, સત્તાના મદમાં ચૂર ભાજપના નેતાઓ ગુનાહિત કૃત્યો કરનારાં સાથે હાથ મિલાવી પક્ષની છબી કલંકિત કરી રહ્યાં છે પરિણામે સંનિષ્ઠ કાર્યકરો ચિંતાતુર બન્યાં છે.

છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન છે ત્યારે હવે ભાજપના નેતાઓ પક્ષના નામે ગુનાહિત કૃત્યો કરી કાળી કમાણીના માર્ગે વળ્યાં છે. બીજી તરફ, વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાની લ્હાયમાં કમલમમાં જે રીતે ભરતી મેળો યોજાઇ રહ્યો છે ત્યારે કેસરિયો ખેસ પહેરનાર કોણ છે તેની ખરાઇ કરવાનો કોઇની પાસે સમય નથી. આ જોતાં કેસરિયો ખેસ ધારણ કરી ભાજપના નેતાઓ ભૂમાફિયા, ડ્રગ્સ માફિયા- પેડલર, બૂટલેગર, લેભાગુ કોન્ટ્રાક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. એટલુ જ નહી,આ  તત્વો પક્ષની છબીને કલંકિત કરી રહ્યા છે પરિણામે પાયાના કાર્યકરો પક્ષની સ્થિતીને લઇને ચિંતાતુર બન્યાં છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં બનેલી ગુનાહિત ઘટનામાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી છે તેના પર નજર કરવા જેવી છે.

અમદાવાદ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના અઘ્યક્ષના પુત્રના કારસ્તાન એવાં છેકે,પ્રિન્સ મિીએ લોકસભા 2024ની ચુંટણીમાં પ્રચાર માટે કાર જોઇએ છે અને મહિને ૩૫ હજાર ભાડું આપવાની બાંહેધરી આપી હતી. આમ કહી અંદાજે 400 થી વધારે કારો- વાહનો એકત્ર કર્યાં હતાં.ત્રણ મહિના કરતાં વધારે સમય થયો હજુ ભાડે કરાયેલી કારોનું ભાડુ ચૂકવાયુ નથી. એ તો ઠીક, પ્રિન્સ મિી વાહનમાલિકોને કારો  પરત કરતો નથી.

રાજકોટમાં ભાજપના આગેવાનના પુત્ર અને તેના મિત્રને રૂપિયા .૯.૮૫ લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે રાજકોટ શહેર એસઓજીએ ઝડપી લીધા હતા. બન્ને યુવાનો કોલેજિયન યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા હતા.

થોડા દિવસ પહેલાં પોલીસે જસદણ ભાજપ અગ્રણીના પુત્રના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસને એવી બાતમી મળી હતીકે, પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે. પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે મિત્ર સાહિલ સાથે મળી છેલ્લા પાંચેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.

સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર પકડાયો છે. વિકાસ એ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજુરા વિસ્તારમાં કાર્યકર છે. ભાજપના યુવા મોરચાના કાર્યકર વિકાસ આહીર સામે લૂંટ, મારા મારી,રાયોટીંગ, અપહરણના ગુના નોંધાયા છે.

ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ અને અમદાવાદ શહેર ભાજપ નેતા જયેશ ભાવસાર ૨૫મી જુલાઈએ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે દારૂના હેરાફેરીમાં ભાજપના નેતા સામે કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ભાજપના નેતા મઘુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે વિદ્યાર્થીની પર બળાત્કારનો ગુનો નોંધાયો છે

સુરતમાં સરકારી અનાજ સગેવગે કરવામાં ભાજપ યુવા મોરચાના મહામંત્રી મનિષ શાહ પકડાયો છે.

રાજકોટ નજીક લોધિકામાં ભાજપના હોદેદાર કૌશિક કામાણી, મુકેશ તોગડિયા અને ભૂપત જાડેજાએ ગૌચરની જમીન પચાવી પાડ હોવાની ફરિયાદ થઇ છે.

નીટ પેપરલીક કૌભાંડમાં ગોધરામાં ભાજપના એક નેતા પકડાયો છે.

Back to top button
error: Content is protected !!