AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ભરઉનાળે છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા. જ્યારે માવઠું થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બુધવારે અમરેલી અને ભાવનગરમાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, આણંદ, અમદાવાદ, ભરૂચ, વલસાડમાં ઑરેન્જ એલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. ત્યારે આગામી 24 કલાકમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, વલસાડ જિલ્લામાં વીજળીના કડાકા અને 60-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે આવતીકાલે ગુરુવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ હજુ માવઠાની આગાહી કરી છે. જેમાં આવતીકાલે ગુરુવારે (8 મે, 2025) 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 50-60 કિ.મી.ની સ્પિડે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે.

આગામી 9 થી 11 મે દરમિયાન રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, આજે બુધવારે (7 મે, 2025) સવારે 10થી બપોરના 12 વાગ્યા એટલે માત્ર બે કલાકની અંદરમાં રાજ્યના 95 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના બાવળામાં 2.24 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે 6થી બપોરના 12 વાગ્યા 12 કલાકની અંદરમાં રાજ્યના 123 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં 34 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.

Back to top button
error: Content is protected !!