AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONESURATSURAT CITY / TALUKO

ફી 9 લાખથી વધીને 17 લાખને પાર થતાં MBBSના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ કર્યા દેખાવ

સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. GMERS કોલેજો દ્વારા MBBSના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા GMERS કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અત્યાર સુધી જે ગવર્મેન્ટ ક્વોટાની ફી ૩.૩૦ લાખ હતી. તે વધારીને ૫.૫૦ લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.૯.૦૦ લાખ હતી. તે વધારીને ૧૭.૦૦ લાખ કરી છે. જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશકય છે. એક તો આ વર્ષ દરમિયાન NEETની EXAMમાં ગેરરીતી થઈ છે. જેના કારણે જે કટ ઓફ મેરીટ ઘણું ઉંચુ ગયુ છે. તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી. ત્યાં આ ફી વધારો દાઝ્યા પર ડામ આપવાનું કામ કરે છે. 

વાલીઓએ કહ્યું કે, એક તો આજના સમય પ્રમાણે ડોકટરોની માંગ વધી છે. ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે, ડોકટર બનવાનો હક્ક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી. પરંતુ અમીરો માટે છે. ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોકટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે. આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાઈ છે. ગયા વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવતા સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું બની જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ગત સપ્તાહમાં GMERS દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિવિધ ક્વોટામાં ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તોતીંગ ફી વધારાને રદ કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત શાખા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરવામાં આવી છે.

મેડિકલમાં MBBSના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજ્યભરમાં તબીબી, મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તબીબોનું કહેવું છે કે ફી વધારો એટલો થયો છે કે, હવે પૈસાદાર વિદ્યાર્થીઓ હોય તે જ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે. રજૂઆત કરનારા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, હવે શિક્ષણમાં પણ બિઝનેસ શરૂ થયો છે અને આગળ જતાં એક કરોડ રૂપિયા ફી થઈ જશે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાનું બાકી છે ત્યાં ફી વધારો કરવામાં આવ્યો છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button