રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. 1 એપ્રિલે સમગ્ર દ.ગુજરાત વડોદરા જિલ્લો, પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે. 2 એપ્રિલે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.. 2 એપ્રિલે દ.ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ ઉપરાંત સાબરકાંઠા જિલ્લો, મહિસાગર જિલ્લો અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. 3 એપ્રિલની વાત કરીએ તો 3 એપ્રિલે છોટા ઉદેપુર, નર્મદા,તાપી અને ડાંગમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે.
હાલમાં રાજયમાં એક સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 48 કલાક બાદ વાતાવરણમાં પલટો આવશે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, ગુજરાતમાં હજુ ઉનાળો જામ્યો પણ નથી, ત્યાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે.