AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતએ કરી

25 ઓગસ્ટે લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાતમાં પહોંચશે . 29 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે.

રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે.. તેમણે આગાહી કરતા કહ્યું કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલું લોપ્રેશર મધ્યપ્રદેશ પર છે. 25 ઓગસ્ટે લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાતમાં પહોંચશે . 29 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. રાજ્યના કેટલાક જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બનશે. મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદ વરસશે. પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

આણંદ, નડિયાદ, મોરબીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે. સુરેન્દ્રનગર, દ્વારકા પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. 25,26, 27 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરાઇ છે. જો એલર્ટની વાત કરીએ તો આવતીકાલે વડોદરા,ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. સોમવારે વડોદરા,ભરૂચમાં રેડ એલર્ટ અપાયું છે. સોમવારે ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી રહી છે. સિસ્ટમ ગુજરાત પરથી જશે જેને લઇ વરસશે અતિભારે વરસાદની આગાહી છે. અત્યારે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર સિસ્ટમ સ્થિર થયેલી છે, જે સૌથી પહેલા મધ્યભારત તરફ આગળ વધશે અને ત્યાંથી ગુજરાત પર આવશે.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]
Back to top button