AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
ગુજરાત નાં લોકપ્રિય શિક્ષક શ્રી કશ્યપ ઠક્કર રાષ્ટ્રીય મંચ પર સમ્માનિત
શારિરીક આપદા સહન કરવી કઠીન તો છે જ પરંતુ જ્યારે માનસિક રીતે પણ મનુષ્ય ને હરાવવાની તૈયારીઓ ચાલતી હોય ત્યારે તેમાં સતત ટકી રહી બહાર આવવું ખૂબજ મુશ્કેલ હોય છે.ગુજરાત નાં લોકપ્રિય શિક્ષક અને સમાજ ઉત્થાન માટે હંમેશાં તત્પર રહેતાં સામાજિક કાર્યકર્તા અને આસિસ્ટન્ટ લીડર ટ્રેનર (S) શ્રી કશ્યપ ભાઈ ઠક્કરને તામિલનાડુમાં યોજાયેલ BSG ની ડાયમંડ જયુબિલી જાંબુરી એડવેન્ચર બેઝમાં સમગ્ર ગુજરાત તરફ થી દોઢ મહિનાથી પણ વધુ સમય ની નિઃશુલ્ક નિવાસી સેવા આપવા બદલ તમિલનાડુ રાજયના સ્ટેટ ચિફ કમિશનર નાં શુભ હસ્તે એપ્રિશિએશન લેટર, કમન્ડેશન લેટર અને ડાયમંડ જ્યુબિલિ જંબુરી શિલ્ડ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યાં. ઓઢવા, પાથરવા, સુવા ની કોઈ પણ પ્રકાર ની ભૌતિક સુખ સાયબી વીના માત્ર તંબુ અને જમીન પર જીવન વ્યતિત કરી જમવા માં પણ જે મળ્યું તે ખરું સ્વિકારી નાનામાં નાનાં સામાન્ય માણસ વચ્ચે એમના જેવા બની અજ્ઞાનતા નું વિશ સહી કોઈ પણ પ્રકાર ની ફરીયાદ વિના માત્ર નિઃસ્વાર્થ ભાવે કર્મ સેવા કરતાં રહેવું એ ઋષિ તપશ્ચર્યા થી જરાય ઓછું નથી. બીમારી માં પણ સતત દસ થી બાર કલાક રાત દિવસ કામ કરી પોતાની ફરજ ને વ્યક્તીગત મતભેદ અને મનભેદ થી અલગ રાખી ભારત સમક્ષ એક સશક્ત ઉદાહરણ ગુજરાતી એ પ્રસ્તૂત કર્યું છે.
