AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને બદનામ કરવાના મુદ્દે 3 હોદ્દેદારોને પાટીમાંથી સસ્પેન્ડ કરાયા

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) વિરૂદ્ધ ફરતી થયેલી પત્રિકાનો વિવાદ દિવસેને દિવસે ઘેરો બની રહ્યો છે. હવે આ મામલે આકરા પગલાં લેવાની શરૂઆત થઇ ગઈ છે. ભાજપ અધ્યક્ષને બદનામ કરવાના મુદ્દે આજે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે ગણપત વસાવાના નજીકના ગણાતા 3 હોદ્દેદારોને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ કેટલાક ધારાસભ્યોને બદનામ કરતી પત્રિકા મામલે સુરત જિલ્લાના અને ખાસ કરીને પૂર્વ મંત્રી ગણપત વસાવાના અંગત મનાતા કેટલાક ભાજપના જ આગેવાનોની સંડોવણી બહાર આવી હતી. જેથી સુરત જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી અને પક્ષના જ નેતાઓને બદનામ કરવા બદલ 3 હોદ્દેદારોને પાટીમાંથી સસ્પેન્ડ કરી નાંખ્યા છે.

ઉમરપાડા ભાજપના પ્રભારી અને ગણપત વસાવાના અંગત ગણાતા રાકેશસિંહ સોલંકી, તરસાડી નગર ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ અને તરસાડી નગરપાલિકાના કારોબારી ચેરમેન હરદીપસિંહ અટોદરિયાની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ત્રણેયને સક્રિય સભ્ય, પ્રાથમિક સભ્ય તેમજ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આવો જાણીએ સી.આર.પાટીલને બદનામ કરવાના કાવતરામાં કોની શું ભૂમિકા હતી.

ક્રાઈમબ્રાંચમાંથી મળેલી વિગતો અનુસાર પત્રિકાકાંડનો મુખ્ય સૂત્રધાર રાકેશ સોલંકી છે. તેણે પત્રિકાઓ બનાવી પેનડ્રાઈવ તૈયાર કરી હતી. જ્યારે દિપુ યાદવ અને ખુમાનસિંહે ભરુચ અને પાલેજથી પોસ્ટ મારફતે તેને અલગ અલગ નેતાઓને મોકલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈથી ખરીદાયેલી 1500 પેન ડ્રાઈવ મારફતે ભારતભરમાં ભાજપના નેતાઓને પત્રિકા મોકલીને પાટીલને બદનામ કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યુ હતું. જેના એડ્રેસ-નંબર સહિતની વિગતો કમલમમાંથી જ મેળવવામાં આવી હતી. રાકેશ સોલંકી ગણપત વસાવાનો જમણો હાથ ગણાય છે.

હરદીપસિંહ અટોદરિયા પૂર્વ મંત્રી ગણપત વસાવાનો નજીકના માનવામાં આવે છે અને તેના સમર્થક છે. હાલમાં તે તરસાડી નગરપાલિકાના કારોબારી ચેરમેન છે. દેવેન્દ્રસિંહ ચૌહાણ હાલમાં તરસાડી નગર ભાજપ પ્રમુખ છે અને તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. આ સમગ્ર કાંડમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ કરેલી FIRમાં દેવેન્દ્રસિંહ ચૌહાણનું નામ નથી, પણ સમગ્ર મામલો બહાર આવ્યાં બાદ દેવેન્દ્રસિંહ ચૌહાણ સહિત ઘણાં મોટા રાજકીય માથાઓ ભૂગર્ભમાં ઉતારી ગયા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને બદનામ કરવા માટે ભાજપનું એક જૂથ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ધારાસભ્ય સંદીપ દેસાઈએ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સાંસદ પ્રભુ વસાવા અને અન્ય ધારાસભ્યો-નેતાઓ પર પાર્ટી ફંડમાં ગોલમાલ સહિતના આક્ષેપો કરતી એક પત્રિકા તૈયાર કરવામાં આવી હતી. જેને પેન ડ્રાઈવ મારફતે ગુજરાત ભાજપના વગદાર નેતાઓ અને સંગઠનમાં મહત્ત્વના હોદ્દા ધરાવનારાઓ સુધી પહોંચાડવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!