કઈ રીતે સસ્પેન્ડ થયેલા ભાજપ નેતા ફરીથી ચૂંટણી લડીને જીતી પણ ગયા?: પ્રણવ ઠક્કર
ચૂંટણીના નિયમોનું પાલન થતું નથી તો લોકશાહી હવે શું આ રીતે ચાલશે?: પ્રણવ ઠક્કર
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કરે વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર વાત કરતાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સાયલા ખાતે પ્રમુખ પદની ચૂંટણી લડવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારની સામે ભાજપના રામસિંગભાઈ રઘુભાઈ એ પણ ફોર્મ ભરેલું છે. પરંતુ અમને એક ગંભીર માહિતી જાણવા મળી કે, ટીડીઓ સીબી જાદવ દ્વારા 31 12 2008 ના રોજ ત્રણ બાળકો હોવાથી રામસિંગભાઈને સભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ તેઓ તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા છે, જીત્યા છે અને પ્રમુખ પદ માટે દાવેદારી કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની આ વાતની જાણ થતા લેટર લખીને માંગ કરી કે પ્રમુખ પદની ચૂંટણીમાંથી તેમને બાકાત કરવામાં આવે અને તેમના સભ્યપદને પણ રદ કરવામાં આવે. ત્યારબાદ ડીડીઓ અને કલેક્ટર સમક્ષ પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે તથા ડેવલપમેન્ટ કમિશનર સાહેબને પણ રજૂઆત કરવામાં આવી છે. અમે તે હુકમનો લેટર પણ જાહેર કર્યો છે જેમાં રામસિંગભાઈ નું સભ્યપદ રદ કરવામાં આવ્યો હતું. સરકાર દ્વારા આ માહિતી શોધી શકાતી નથી, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે આ માહિતી બહાર લાવે છે તો તેના ઉપર કોઈ કાર્યવાહી પણ થતી નથી. કલેક્ટર સાહેબ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે એમને એવું કહેવામાં આવ્યું છે કે પ્રમુખ પદ પર આ ભાઈ જ બેસશે. અમારો એ જ સવાલ છે કે શું હવે લોકશાહી આ રીતે ચાલશે?