AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સમાજ સેવિકા મોનાલી સુથારના પ્રથમ પુસ્તક “આત્મ-શોધ અને સંબંધોની નવી દિશા”નું વિમોચન કરાયું

પુસ્તક વિમોચન સમયે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહેલ

અમદાવાદ ખાતે 9માર્ચ ના રોજ COL WOMANIA AWARDS 2025 ના ભવ્ય સન્માન સમારંભ યોજાયો જેમાં અનોખું અને અર્થસભર પુસ્તિકાનું વિમોચન કરાયું આ પુસ્તકમાં વ્યક્તિગત શોધ, તૂટેલા સંબંધો, અને આધુનિક જીવનની અપેક્ષાઓ વચ્ચેની હકીકત પર આધારિત અનમોલ વિચાર શેર કરાયા.

આ પુસ્તક માત્ર એક વાર્તા કે માહિતીનો સંગ્રહ નથી, પણ એક અંદરથી અનુભવવા જેવી યાત્રા છે, જે દરેક વ્યક્તિ માટે સ્વ-શોધ અને સંબંધોના પુનઃનિર્માણનું એક માર્ગદર્શક સાધન બની શકે એમ છે.

આ પુસ્તક કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી અને સમાજસેવિકા મોનાલી સુથાર દ્વારા લખવામાં આવેલ છે.
આ પુસ્તકનો મુખ્ય સાર, આજની આધુનિક દુનિયામાં, જ્યાં સોશિયલ મીડિયાનો ઘોંઘાટ અને સમાજના નમૂનામાં જીવતા લોકો પોતાનું અસલ “હું” ખોઈ રહ્યા છે, ત્યારે આ પુસ્તક આપણને પ્રશ્ન પૂછે છે – “તમે ખરેખર કોણ છો?” તમારા સાચા અસ્તિત્વની શોધ-જીવનની દોડધામમાં, સમાજ અને પરિવારની અપેક્ષાઓની વચ્ચે તમારા મૂળભૂત સ્વભાવ અને ઉદ્દેશ્યને શોધવાની આ યાત્રા છે., સોશિયલ મીડિયા સામે માનસિક શાંતિ–અમે જીવનમાં જે કંઈ શેર કરીએ છીએ, તે વાસ્તવિક છે કે માત્ર સમાજની અપેક્ષાઓને પુરી કરવા માટેનું આવરણ છે, સંબંધોની પુનર્નિર્માણ યાત્રા–તૂટેલા સંબંધો હંમેશા સમાપ્ત થવાના નથી, પણ વચ્ચેનો સંવાદ અને સમજીને જોડાવાની પ્રક્રિયા એ જીવનની એક મહત્વપૂર્ણ કળા છે., આપણું અસલી “હું” કોણ?–શું અપેક્ષાઓ અને બહારના વિશ્વની દૃષ્ટિથી આપણે જીવન જીવીએ છીએ કે પછી ખરેખર પોતાનું જીવન કઈ રીતે જીવવું તે આપણે પસંદ કરીએ છીએ, આત્મ-શોધ અને સ્વીકાર–તમારા જીવનમાં સાચી ખુશી અને માનસિક શાંતિ માટે તમારી જાત સાથે સમાધાન અને સ્વીકાર કરવાની પ્રક્રિયા શું છે? વિશે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવેલ છે.

લેખિકા મોનાલી સુધાર ના જણાવ્યા મુજબ આ પુસ્તક જે લોકો સામાજિક અપેક્ષાઓ અને જીવનના વાસ્તવિક અર્થ વચ્ચેની લડત અનુભવે છે. જેઓ સંબંધોને નવી દૃષ્ટિ સાથે સમજવા ઈચ્છે છે. જે લોકો સોશિયલ મીડિયા અને વાસ્તવિક જીવન વચ્ચેનું સંતુલન શોધવા માંગે છે. જેઓ શાંત અને સંતોષકારક જીવન માટે આત્મ-શોધની યાત્રા શરૂ કરવા તૈયાર છે. તેમના માટે ખૂબ ઉપયોગી બની રહેશે.

આ પુસ્તકનું પ્રકાશન અને સંપાદનવાત્સલ્યમ્ પબ્લિકેશન દ્વારા કરવામાં આવેલ છે.

આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાણીતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમણે તેમના વિચારો અને અનુભવથી આ યાત્રાને વધુ ગહન અને અર્થસભર બનાવી. વિમોચન દરમિયાન ઉપસ્થિત મહેમાનો:
• Neepa Singh – Mrs. United Nations Beauty Pageant Winner
• Aditi Thakor – પુરસ્કૃત ફિલ્મ નિર્માતા અને શિક્ષણવિદ
• Anjli Kaushik – રાજકીય નેતા
• Ghanshyam Patel – Bharat Times News ના માલિક અને મુખ્ય મેનેજિંગ ડિરેક્ટર
• Neel Soni – નગરપાલિકા સેવક / Gayatri Parivar Trust મંત્રી
• Sapna Vyas – અભિનેત્રી | હેલ્થ કોચ | સામાજિક પરિવર્તનકર્તા
• Miss. Jignasha Thakor – PA to MP | માનવતાવાદી | પરિવર્તન લાવનાર
• Arvind Vegda – લોકપ્રિય ગાયક (“ભાઈ ભાઈ” ફેમ)
• Jaimini Trivedi – પ્રતિષ્ઠિત અભિનેત્રી ઉપસ્થિત રહેલ.

આ પુસ્તક એ એક દર્પણ છે, જે અપેક્ષાઓ અને હકીકત વચ્ચેનાં તણાવને સમજે છે, અને વાંચકને પોતાનું સાચું અસ્તિત્વ શોધવાની પ્રેરણા આપે છે., આપના સબંધોની દૃષ્ટિ બદલશે!, તમારા અંતરના અવાજ અને બાહ્ય દુનિયાની અપેક્ષાઓ વચ્ચે સમતોલન લાવશે!, તમને તમારા જીવન માટે નવી દિશા અને શાંતિ આપશે!

આ વિશિષ્ટ પુસ્તિકા COL WOMANIA AWARDS 2025 ની એક એવી ભેટ છે, જે સમયાંતરે વંચાવા જેવી છે.

Back to top button
error: Content is protected !!