ગોચ્છાધિપતિ રાજયસ સુરેશ્વરજી મહારાજના 81મા જન્મ વર્ષ નિમિતે 104 દિવ્યાંગોને વિના મૂલ્યે વ્હીલચેર વિતરણ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ, 24 મે – ગોચ્છાધિપતિ રાજ રાજયસ સુરેશ્વરજી મહારાજના 81મા જન્મ વર્ષ નિમિતે શનિવાર, વૈશાખ વદ 12ના દિવસે, મંગળ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ અને આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી 104 દિવ્યાંગોને વિના મૂલ્યે વ્હીલચેર વિતરણનો મહાકાય કાર્યક્રમ શાંતિનગર સ્થિત સુમતિનાથ જિનાલય ખાતે યોજાયો.
કાર્યક્રમનો પ્રારંભ દિવ્યાંગ ભાઈ-બહેનોના કંકુ ચોખા વડે તિલક અને સ્વાગત સાથે થયો. ત્યારબાદ તમામ 104 લાભાર્થીઓને ગૌરવભેર વ્હીલચેર અર્પણ કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ હાજર રહ્યા હતા, જેમનું પણ સન્માન કરવામાં આવ્યું.
આહલાદક પ્રસંગના અંતે લાભાર્થીઓ માટે ભોજનનો વિશાળ આયોજીત થાળ સાથે યોજાયો હતો.
મંગળ નવકાર મહેક ફાઉન્ડેશન અને ગોપાલ મહેંક ટ્રસ્ટ દ્વારા સતત માનવ સેવા, શૈક્ષણિક સહાય, રોજગારલક્ષી યોજનાઓ, મહિલા સશક્તિકરણ જેવી 45થી વધુ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ખાસ કરીને દરરોજ 700 લોકો માટે વિનામૂલ્યે ભોજન અને 200 લીટર છાશનું વિતરણ કરી રહી છે.
આ કાર્યક્રમ માનવતાની ભાવના અને સહાનુભૂતિથી ભરેલો રહ્યો, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણરૂપ સાબિત થયો.