નશાબંધી અને આ કાર્ય કચેરી અમદાવાદ દ્વારા આયોજિત વ્યસન મુક્તિ નું નાટક શ્વેતા ની પંજો ભજવાયું.
નશાબંધી અને આપકારી કચેરી અમદાવાદ દ્વારા આયોજિત ન્યુ થિયેટર દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ આપતું નાટક શેતાની પંજો વાસણા ગામ જોગણી માતાના મંદિર પાસે અને ભાઠા ગામ ગણેશ નગરમાં ભજવાયું.
વ્યસનથી થતા નુકસાન, બરબાદી તેમજ કોઈપણ વ્યસન એ શ્વેતા ની પંચો છે. આ પંજાના ભરડામાં જે પણ વ્યક્તિ ફસાય છે તેનો પરિવાર બરબાદ થાય છે. વ્યસન છોડો સુખી જીવન જીવો. સુખ સમૃદ્ધિનો આધાર વ્યસન મુક્ત જીવન નો સંદેશ નાટકના માધ્યમ થકી આપવામાં આવ્યો હતો.
નશાબંધી ખાતા તરફથી કોન્સ્ટેબલ આર.જી. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા બાળકોને ચોકલેટ આપીને સંદેશ આપ્યો હતો કે જીવનમાં અને પરિવારમાં મીઠાશ લાવવા માટે વ્યક્તિએ વ્યસનથી દૂર રહેવું જોઈએ.
નાટ્ય લેખન અને દિગ્દર્શન ભરત પંચોલી નું હતું. મુકેશ જાની, રવિ રાઠોડ,વૈશાલી આચાર્ય, ભરત પંચોલી એ અભિનય ના ઓજસ પાથર્યા હતા. બહોળી એવી સંખ્યામાં લોકોએ નાટક નિહાળ્યું હતું.