AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતમાં આગામી 5 દિવસ ગરમીનો પારો હાઇ રહેશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. જ્યારે આવતીકાલે (4 એપ્રિલ, 2025) અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઑરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 4-5 એપ્રિલમાં કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઇ જઈ રહ્યો છે, ત્યારે આગામી 6-7 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ અને 3 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો ઍલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે આગામી 8 એપ્રિલે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢમાં યલો ઍલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની આગાહી છે.

રાજ્યના વિવિધ સ્થળોએ સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજ, કંડલા ઍરપોર્ટ, ડીસા, ગાંધીનગર, વી.વી. વડોદરા, અમદાવાદ, રાજકોટ, કેશોદ, પોરબંદર, નલિયા જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે.

Back to top button
error: Content is protected !!