AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં માત્ર દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો જે 86 વર્ષનો સૌથી ઓછા વરસાદનો રેકોર્ડ બન્યો હતો ત્યારે રાજ્યમાં બે દિવસ પહેલા જ અનેક જિલ્લાઓમાં વરસાદે દેખા દીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતા અનેક જગ્યાએ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજ્યમાં અનેક જગ્યાએ ગઈકાલે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દાહોદ, ભરુચ, મહીસાગર, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ખેડા, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે કચ્છમાં હાલ વરસાદની સંભાવના ઓછી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ ઉપરાંત નવી સિસ્ટમ 14મી સપ્ટેમ્બર સુધીમાં બનશે. આ સિવાય તેમણે જણાવ્યુ હતું કે આજથી ચાર દિવસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે તેમજ 22મી તારીખે નવી સિસ્ટમથી રાજ્યમાં વરસાદ પડી શકે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!