સુરેન્દ્રનગર શહેરના વિકાસ અને ટ્રાફિક સુગમતા માટે મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ પગલું

તા.03/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુગમતા અને ઈન્ફ્રા સ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાંના ભાગરૂપે, બહુચર હોટલથી ટીબી હોસ્પિટલ જતા માર્ગ પર આવેલા જેપી શેરીના રસ્તા અને મેઇન રોડ પરના દબાણો હટાવવાની કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે આ કામગીરી હેઠળ, જેપી શેરીમાં 40થી 45 વર્ષ જૂના બાવળ, ઝાડી-ઝાંખડા સહિતના દબાણોને હટાવીને અંદાજે 40 ફૂટ પહોળો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે આ ઉપરાંત, મેઇન રોડ પરના બાવળના ઝાડનું કટીંગ કરીને પણ રસ્તાને વધુ પહોળો અને સુગમ બનાવવામાં આવ્યો છે આ પહેલથી શહેરના આ મહત્વના માર્ગ પર ટ્રાફિકની અવરજવર સરળ બનશે અને સ્થાનિક રહેવાસીઓ તેમજ વેપારીઓને નોંધપાત્ર લાભ થશે આ દબાણ હટાવો અભિયાન શહેરના નગર આયોજન અને રસ્તાની કનેક્ટિવિટીને મજબૂત કરવાના લક્ષ્ય સાથે હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ દબાણ હટાવો કામગીરી ચાલુ રાખશે, જેથી શહેરનો વિકાસ વધુ ઝડપી અને સરળ બની શકે નાગરિકોના સહયોગ અને સમર્થનથી આવા પ્રયાસોને વધુ સફળતા મળશે.



