AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ટ્યુશન ક્લાસ સંચાલકે વિદ્યાર્થીની સાથે કર્યો દુષ્કર્મનો પ્રયાસ

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરાને તેના ટયુશન કલાસીસ સંચાલકે એકલતાનો લાભ લઈ છેડછાડ કરી હતી એટલુ જ નહીં પોતાની કારમાં સગીરાને બેસાડી લો ગાર્ડન બાજુ ફરવા લઈ ગયો હતો. પરંતુ ત્યાં સગીરાનો ભાઈ આવી જતા સગીરા અને તેના ભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે સગીરાની ફરિયાદ આધારે પોલીસે કલાસીસ સંચાલક વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

માતા પિતાની આંખો ખોલી નાંખે તેવી ઘટના અમદાવાદમાં બની છે. ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘર નજીક આવેલા ખાનગી ટયુશન કલાસીસમાં ટયુશન ક્લાસમાં જતી હતી. થોડા સમય પછી કલાસીસના સંચાલક યુવકે શરૂઆતમાં સગીરા સાથે હસી મજાક સાથે વાતો કરીને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવવાનું શરુ કર્યું. દરમિયાન ગત ઓગસ્ટ માસમાં ટયુશન કલાસ પુરા થઈ ગયા હોવા છતાં બહાનું કાઢીને સગીરાને રોકી રાખી હતી અને ત્યારબાદ રૂમ બંધ કરી સગીરાની છેડછાટ કરી હતી. એ સાથે પોતાના કપડાં કાઢીને સગીરાની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સગીરાએ વિરોધ કરતા તેને છોડી દીધી હતી.

આ ઘટના બાદ સગીરા સમસમી ગઈ હતી અને કોઈને વાત કરી નહતી. જો કે આરોપી ટયુશન કલાસીસ સંચાલકે ત્યાંથી અટકવાના બદલે સગીરાને ફરી તાજેતરમાં તેના કલાસના એક રૂમમાં પકડીને ફરીથી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સગીરાએ કલાસમાં જવાનું બંધ કર્યુ હોવા છતાં આરોપીએ તેને મળવા માટે દબાણ કર્યુ હતુ અને ગત શનિવારે વહેલીસવારે સગીરાને બળજબરીપૂર્વક તેના ઘરેથી બહાર આવવાનું કહીને પોતાની કારમાં બેસાડીને લો ગાર્ડન વિસ્તારમાં લઈ ગયો હતો.

આ તરફ સગીરાના ભાઈને તેની બહેનને કારમાં આરોપી લઈ ગયો હોવાની જાણ થતા તેણે કારનો પીછો કર્યો અને લો ગાર્ડન પાસે તેને રોકી લીધો હતો. આ સમયે કલાસીસ સંચાલકે સગીરાને તેમજ તેના ભાઈને માર મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે સગીરાએ આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!