રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, અગામી 2 દિવસમાં વરસાદની આગાહી

0
16
વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાતમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજ્યમાં 48 કલાક સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. અગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલમાં પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદના માવઠા જોવા મળ્યા હતા. ભુજમાં ભારે પવન સાથે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજ-મીરજાપર હાઇવે પર ધૂળનું વંટોળુ ફૂંકાયું હતું. જેના કારણે વાહન ચાલકોને રસ્તા પર વાહન ચાલવું મુશ્કેલ બન્યું હતું. સાથે જ ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, હાંસોટ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં આજે સાંજે  5 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન  વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટા બાદ જિલ્લાના વાપી વલસાડ ઉમરગામ સહિતના તાલુકાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર ના સમયે  વાપી અને ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

IMG 20230306 WA0044

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews