AMRELIGUJARATRAJULA

રાજુલા શહેરમાં સર્વ રોગ તથા નેત્ર નિદાન યજ્ઞ કેમ્પ યોજાયો*

હનુમંત હોસ્પિટલ ને ₹1,00,000 નું યોગદાન આપવામાં આવ્યું

* યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમાં સર્વ રોગ તથા નેત્ર નિદાન યજ્ઞ કેમ્પ યોજાયો*

*રાજુલા શહેરમાં કે એસ આઈ જમાત રાજુલા દ્વારા શહીદે કરબલાની યાદમાં જોલી ટ્રેડ ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સહયોગથી અને હનુમંત હોસ્પિટલ મહુવાના સંયોજકથી એક ભવ્ય સર્વ રોગ તથા નેત્ર નિદાન યજ્ઞ કેમ્પનું આયોજન રાજુલા શહેરમાં અબ્બાસી હોલ ખોજા શિઆ જમાત ખાતે આયોજન કરવામાં આવેલું આ કેમ્પમાં મહુવા હનુમંત હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એ પોતાની સેવા આપેલી જેમાં આંખના ડોક્ટર મૌલિક વૈશ્વ ફિઝિશિયન ડોક્ટર એમ એ સુંદરણી તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર રિતિકા ગણાત્રા કિડની અને પથરી ના ડોક્ટર પ્રશાંત સર્વદે કાન નાક અને ગળાના ડોક્ટર વિપુલ વળ્યા દાંતના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર મીત જોશી તેમજ જનરલ સર્જન ડોક્ટર એમ એમ કુરેશી સહિતની ડોક્ટરોની ટીમે આ કેમ્પમાં પોતાની સેવા આપેલી* *કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનો તેમજ આમંત્રિત ડોક્ટરોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો આ કાર્યક્રમમાં રાજુલા શહેરના નામાંકિત વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ રાજુલા શહેરના અગ્રણી આગેવાનો તેમજ સર્વ સમાજના અગ્રણીઓ સાથે સાથે રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર તેમજ રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક ઠક્કર સહિત અગ્રણીઓ એ હાજરી આપેલી*


*આ નિદાન કેમ્પમાં અંદાજિત 500 જેટલા દર્દીઓએ લાભ લીધેલ છે અને મોતિયા ના ઓપરેશન ની જરૂર પડશે તેઓને તદ્દન નિશુલ્કપણે ઓપરેશનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમમાં દવા તેમજ સારવાર માટેના થતા ખર્ચના મુખ્ય દાતા જોલી ટ્રેડ ઈનફા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સહયોગથી આ કાર્ય કરવામાં આવેલ છે સાથે જોલી ટ્રેડ ઇનફા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હનુમંત હોસ્પિટલ ને રૂપિયા એક લાખનું યોગદાન રાજુલા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની રૂબરૂમાં અને સાથે સમાજના તમામ લોકોના હસ્તે આ રકમ માટે આ યોગદાન ની જાહેરાત કરવામાં આવી*


*ત્યારે આ કાર્યક્રમમાં પધારેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશ ડેરે પણ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે રાજુલા કે.એસ.આઇ જમાત તેમજ જોલી ટ્રેડ ઈનફા પ્રાઇવેટ લિમિટેડ કંપની ને આ કાર્યકમ માટે અભિનદન પાઠવેલ છે.*
*રાજુલા શહેરના આ કાર્યક્રમમાં એક જ સ્ટેજ પર દરેક સમાજના લોકો અને દરેક રાજકીય આગેવાનો એકત્રીત થયા હોય તેવી આ પ્રથમ બાબત છે કે જેમાં લોકોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિનુદાદા વોરા અને રાજુલા કે એસ.આઇ જમાત ના ચેરમેન શ્રી હાજી આરીફ ઝૈન પ્રેસિડેન્ટ આશિક મુની જમાતસ બોડૅ તેમજ યુવાનો દ્વારા ભારે ઝહેમત ઉઠાવવામાં આવેલ અને આજે નિદાન કેમ્પ અને નેત્ર નિદાન કેમ્પ સફળ બનાવવા મા આવેલ છે.*

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button