મેંદરડા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના હીસાબે મેંદરડા તાલુકાને જોડતા તમામ રસ્તાઓ પર પુષ્કળ પ્રમાણમાં વુક્ષો ધરાશાયી થતાં તમામ રસ્તાઓ બંધ થયા હતા જો વાત કરીએ તો મેંદરડા દાત્રાણા રોળ, મેંદરડા વંથલી રોડ તેમજ સાસણ તરફ જતા તમામ રસ્તાઓ તેમજ મેંદરડા થી વાયા ઇવનગર જુનાગઢ રોડ પર પુષ્કળ પ્રમાણમાં વુક્ષો રોળ ઉપર પડ્યા હતા તેમજ વીજપોલ પણ ધરાશાયી થયા હતા હજારો ની સંખ્યામાં મા લોકો ફસાયા હતા આ વાત ની જાણ મેંદરડા તાલુકા લોક ફરિયાદ નિવારણ સમિતિ ને થતાં સમીતીના સભ્યો દ્વારાતંત્ર ને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મેંદરડા તાલુકા પ્રમુખ પરીતભાઇ માકડીયા તેમજ મેંદરડા ના જાગૃત નાગરિક ગૌરવકુમાર જોષી તથા તેમની મેંદરડા તાલુકા લોક ફરીયાદી નીવારણ સમીતી ની ટીમ તેમજ આલીધ્રા સરપંચ શ્રી તેમજ ખડપીપડી ના સરપંચ શ્રી તેમજ તેમની ટીમ તેમજ તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયા અને પ્રાંત અધિકારી કીશનકુમાર ગલચર સાહેબ તેમજ મામલતદાર નીલેશ કુમાર વિસાણી, તેમજ મેંદરડા પોલીસ સ્ટાફ તેમજ આર એન.બી.સ્ટેટ ડીપાર્ટમેન્ટ ના સાવલિયા સાહેબ તેમજ નાઘેરા સાહેબ તેમજ મેંદરડા ના સુરેશભાઈ પાનસુરીયા, શ્રવણભાઇ ખેવલાણી દ્વારા જાતે મોનીટરીંગ કરી અને જેસીબી તેમજ મજુરો દ્વારા સતત સાત કલાક ની મહેનતે રાત્રે 1 વાગ્યે રસ્તા ચોખા કરી ને રાબેતા મુજબ શરૂ કરાવેલ હતા.આ કામગીરી મા મેંદરડા પોલીસ સ્ટાફ તેમજ મેંદરડા તાલુકાનાં વહીવટ તંત્ર એ ખુબ સારી કામગીરી કરેલ છે . આ ધટના સાજે 6 વાગ્યે આવેલ વાવાઝોડાના હીસાબે બનેલી હતી.અને ત્યાર પછી સતત સાત કલાક રસ્તા ઓ બંધ રહયા હતા
રિપોર્ટર :- ગૌરવકુમાર જોષી સાથે અનિરૂધસિંહ બાબરીયા – મેંદરડા