ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ –  રોડ નિર્માણમાં ગંભીર વેઠના આક્ષેપ, દોઢ મહિનામાં જ ત્રણ ગરનાળા બેસી ગયા – ધારાસભ્યના તાલુકામાં જ રોડ રસ્તાના કામોમાં વેઠ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  રોડ નિર્માણમાં ગંભીર વેઠના આક્ષેપ, દોઢ મહિનામાં જ ત્રણ ગરનાળા બેસી ગયા – ધારાસભ્યના તાલુકામાં જ રોડ રસ્તાના કામોમાં વેઠ


અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલી રહેલા રોડના કામોને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ફેક્ટરીકંપાથી કોલુંદ્રા ગામ તરફ જતાં નવા બનેલા માર્ગ પર માત્ર દોઢ મહિનામાં જ ત્રણ ગરનાળા બેસી જતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે.
સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના રોડ-રસ્તાના કામોમાં ભારે વેઠ જોવા મળી રહી છે. મેઘરજ તાલુકામાં વિવિધ રસ્માતાઓ માં ટીકામ, મેટલ કામ તેમજ ગરનાળાના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે નાગરિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર કોઈ અસરકારક કાર્યવાહી કરતું નથી. જિલ્લાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.ધારાસભ્ય અને મંત્રીના તાલુકામાં જ રોડ નિર્માણની આવી સ્થિતિ સામે આવતાં લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકોએ નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!