DAHODGUJARATLIMKHEDA

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાની ઝેરજીતગઢ ગ્રામ પંચાયત કચેરીના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો

તા.૦૯.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાની ઝેરજીતગઢ ગ્રામ પંચાયત કચેરીના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો

રુદ્ર કોર્પોરેશન એજન્સી દ્વારા લાખો રૂપિયાનાર્ચે ચાલી રહેલા બાંધકામમાં હલકી ગુણવત્તાનુ મટીરીયલ વાપરવામાં આવતુ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો રેતી, સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયા પણ હલકી કક્ષાના વપરાયા હોવાનો ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો પંચાયત કચેરીનુ બાંધકામ ચાલુ જ છે ત્યાં તો દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને ઈંટો તથા કોલમ હાથ અડાડતા જ રેતીની જેમ વિખેરાઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ ન મળતા ગ્રામજનો રોષે ભરાયાજવાબદાર અધિકારીઓની મિલીભગત વગર આ પ્રકારનું બેફામ ભ્રષ્ટાચાર થવું અશક્ય ગ્રામ પંચાયત કચેરીના બાંધકામ મા જ જો આટલો ભ્રષ્ટાચાર થતો હોય તો ગામનો સાચો વિકાસ કેવી રીતે થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી આ સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે તંત્ર દ્વારા આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે

Back to top button
error: Content is protected !!