વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સુપ્રસિદ્ધ ગરબા ગાયકો સુરસાગરના મુકેશભાઈ તથા સપના ચાવડા યુવા હૈયાઓને રાત્રીએ ગરબાની રમઝટ બોલાવશે
ખે
રગામ:ખેરગામ, દાદરી ફળિયાની પાવન ભૂમિ પર બિરાજમાન આદ્યશક્તિ અંબે માનો સવંત ૨૦૮૧ નાં મહા વદ બારસ ને રવિવાર, તા.૯/૨/૨૦૨૫ ના શુભ દિને ૮મો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી થશે માતાજીનુ હવન પૂજા અને ગરબાનું આયોજન રાખવામાં આવેલ છે. રવિવાર સવારના ૦૯-૦૦ વાગ્યાથી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થશે જેમાં પ્રાણ પ્રતિષ્ઠાથી લઈને દર વખતે હોમ-પૂજા વિધિ કરાવનાર આચાર્ય અનિલ પુરુષોત્તમ મહારાજ યજ્ઞ વિધિ કરાવશે સાથે જીવનોપયોગી રક્તદાન યજ્ઞનો પણ નવ વાગે પ્રારંભ થશે.શનિવારે સાંજે શ્રી ભવાની માતા મંદિર ઝંડા ચોકથી મહાત્મા ગાંધી વર્તુળ,આંબેડકર વર્તુળ થઈ બજાર ચીખલી માર્ગે દાદરી ફ.સુધી રંગે ચંગે ભવ્ય શોભા યાત્રા નીકળશે જેમાં સૌ માભક્તો જોડાશે.રવિવારે સાંજે યજ્ઞપુર્ણાહૂતી બાદ મહા આરતી થશે અને સાંજે૬-૩૦ વાગ્યાથી મહાપ્રસાદનુ વિતરણ થશે.રાત્રિના નવ વાગે દક્ષિણ ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગરબા ગાયકો સુરસાગર વૃંદ-ના મુકેશભાઈ તથા સપના ચાવડા યુવા હૈયાઓને રમઝટમાં ગરબા ના તાલે ઘૂમાવશે. જેમાં અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ, પદાધિકારીઓ તાલુકાના તમામ સરપંચો દર્શનલાભ લેવા પધારશે. સમસ્ત માઈ ભક્તોને દાદરી ફ, અંબિકા યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો ભાગ લેવા આમંત્રણ પાઠવે છે.