સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આર.એ.એફ.મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં આમોદ પોલીસ મથકની અને તેમના વિસ્તારોની આર.એ.એફ.ની બટાલિયને પરિચય મુલાકાત લીધી હતી.આમોદના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય તે ઉદ્દેશ્યથી ફ્લેગ માર્ચ કરવામા આવી હતી.આમોદ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.આર.વી.કરમટીયા અને પી.એસ.આઈ.રાજેન્દ્રસિંહ અસવાર સાથે ૧૦૦ બટાલિયન રેપીડ એક્શન ફોર્સની ટીમ દ્વારા આમોદ તિલક મેદાન,ચાર રસ્તા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.