BHARUCHGUJARAT

આમોદ: શંકાસ્પદ લોખંડના વાલ્વ અને એકટીવા સાથે બે ઈસમોની ધરપકડ કરતી આમોદ પોલીસ

સમીર પટેલ, ભરૂચ
કુલ 1,03,500 નો મુદ્દામાલ કબ્જે કરતી આમોદ પોલીસ

આમોદ તાલુકાના રોજા ટંકારીયાથી આછોદ ગામ તરફ આવતા બે ઈસમોને સો કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એકટીવા સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં આમોદ તાલુકાના આછોદ ગામના અશ્વિનભાઈ અરવિંદભાઈ વસાવા, મુબારક અબ્દુલકાદર યાકુબ વોહરા નામના બે શંકાસ્પદ ઈસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર બી કરમટીયા ની બાતમીના આધારે રોજા ટંકારીયા થી આછોદ જવાના રસ્તા ઉપર શંકાસ્પદ એકટીવા સાથે બે ઈસમો લોખંડના વાલ્વ તેમજ એકટીવા તથા મોબાઇલ સાથે કુલ રૂપિયા ૧,૦૩,૫૦૦ નો ગણી સદર ઇસમોને તપાસ અર્થે મુદ્દા માલ કબજો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાબતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આમોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!