AMRELI CITY / TALUKOGUJARATJAFRABAD

મધદરિયે ચાલતી માછીમારો વચ્ચે સમસ્યાઓનો નિવારણ લાવતી અમરેલી તથા ભાવનગર પોલીસ

અધિકારીઓની હાજરીમાં યોજાયો આ કાર્યક્રમ

રિપોર્ટર.કિશોર આર. સોલંકી

મધદરિયે ચાલતી માછીમારો વચ્ચે સમસ્યાઓનો નિવારણ લાવતી અમરેલી તથા ભાવનગર પોલીસ

મે‌. ભાવનગર રેન્જ આઇ.જી. પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ અમરેલી અને ભાવનગરના માછીમારો વચ્ચે દરિયામાં થતી સમસ્યાઓનું નિવારણ લાવવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ સાહેબ નાઓના સીધાં માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ અને મહુવા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન નાઓની આગેવાનીમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે તા/૧૩/૧૨/૨૦૨૪ ના રોજ અમરેલી તથા ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના માછીમારો તેમજ માછીમાર એસોસિયેશનના પ્રમુખો તેમજ દરેક સમાજના આગેવાનો તથા પટેલોની મિટિંગ યોજવામાં આવેલ જેમાં બંને જિલ્લાના માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા અંગે ઉદ્દભવતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને આ મિટિગના અંતમાં બંને જિલ્લાના માછીમારો દ્વારા આંતરીક સમસ્યાઓનો નિવારણ ભાઇચારાથી નક્કી કરી નાની બોટના માછીમારો ને લાભ આપવા સુખદ નિર્ણય લીધેલ હોય અને આમ પોલીસ પ્રજાનો મિત્ર હોય એ આ મિટિંગ દ્વારા સાર્થક કરવામાં આવેલ છે. આ કામગીરી માં જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.એસ. ઈશરાણી તથા મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.ડી. ગોહિલ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એ.ડી. ખાંટ તથા તળાજા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર.વી. ગૌર તેમજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ

Back to top button
error: Content is protected !!