AMRELIBABRA

બાબરા ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો સાથે બેઠક‌ યોજાઇ

બાબરા ખાતે મુસ્લિમ એકતા મંચના આગેવાન હારૂનભાઈ મેતર દ્વારા મુસ્લિમ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જે બેઠકમાં મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ ઉપસ્થિત રહ્યા હતાં. મુસ્લિમ સમાજમાં શિક્ષણ, રાજકીય તેમજ સમાજમાં એકતા બાબતે જાગૃતિ લાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગત તારીખ ૨૬\૦૬\૨૪ના રોજ અમદાવાદ પાલડી રવીન્દ્ર નાથ ટાગોર હોલ ખાતે મુસ્લિમ સમાજના દરેક જીલ્લામાંથી કર્મશીલ અને અનુભવી સમાજ સેવી ઓ નું એક સંમેલન યોજાયું હતું અને ત્યાર બાદ બાબરા ખાતે મુસ્લિમ એકતા મંચની ઈતિહાસક પ્રથમ બેઠક યોજાઇ હતી સમાજમાં જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ સલીમભાઈ અગ્વન,સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ. પ્રમુખ રીજ્વાનભાઈ સૈયદ,સતારભાઈ સૈયદ (દીલાવર),અલારખભાઈ,ઈદ્રીશભાઈ સિપાઈ સમાજ‌ પ્રમુખ ઉ.પ્રમુખ,રહીમભાઈ અજમેરી,ઉ.પ્રમુખ.રહીમભાઈ મેતર,મંત્રી.આરીફભાઈ મેત્તર,અલ્તાફભાઈ ગોગદા,હજીભાઈ પરમાર
હસનભાઈ અગવાન,
સલીમભાઈ ઓઠા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં…

રીપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)

Back to top button
error: Content is protected !!