AMRELIJAFRABAD

જાફરાબાદ મનરેગા કેસમાં આરોપીને પકડી પાડતી અમરેલી એલસીબી

યોગેશ કાનાબાર રાજુલા

જાફરાબાદ મનરેગા યોજનામાં સરકારી નાણા રૂ. ૩,૩૦,૨૬,૫૪૮/- ની ઉચાપતના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમજાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ હોદ્દા ઉપર ફરજ બજાવતા આરોપીઓએ વર્ષ સને.૨૦૧૫ થી સને.૨૦૧૯ ના સમયગાળા દરમ્યાન જાફરાબાદ તાલુકાના અલગ અલગ ગામોમાં ચાલતી મનરેગા યોજનાના લાભાર્થીઓના નામે ડુપ્લીકેટ જોબ કાર્ડ બનાવી તે જોબકાર્ડ ધારક સિવાયના બીજા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ખોલી, લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી બનાવી ખોટુ રેકર્ડ ઉભુ કરી તે રેકર્ડ ખોટુ હોવાનું જાણવા છતા સાચા રેકર્ડ તરીકે ઉપયોગ કરી, આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પુર્વ આયોજીત કાવતરૂ રચી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમરેલીના આઈ.ડી. પાસવર્ડનો દુરઉપયોગ કરી, મનરેગા યોજનાના સરકારી નાણા રૂ.૩,૩૦,૨૬,૫૪૮/- ની ઉચાપત કરી, વિશ્વાસઘાત ઠગાઈ કરેલ હોય, જે અંગે જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીની ફરીયાદ ઉપરથી જાફરાબાદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૨૦૬૫૮/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭એ, ૧૨૦બી, ૩૪, ૧૧૪ મુજબ ગુનો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા સરકારી નાણાની ઉચાપતના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ, સરકારીશ્રીની યોજનાના નાણાના ઉચાપતના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડ્યા એલ.સી.બી.ટીમ ને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓ દ્વારા આ ગુનાની વિગતોનો અભ્યાસ કરી, આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને આ ગુનામાં છેલ્લા એક વર્ષથી પોતાની કાયદેસરની ધમ્પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને ટેકનીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઈ કાલ તા.૦૧/૧૧/૨૦૨૩ નાં રોજ એલ.સી.બી. ટીમ દ્વારા પકડી પાડી, આગળની કાર્યવાહી થવા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

૧) અશ્વિનભાઇ ભુપતભાઈ શિયાળ, ઉ.વ.૩૨, રહે. વાંઢ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

( (૨) શકિતસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ઉં.વ.૩૮, રહે.-જાફરાબાદ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઈ. બહાદુરભાઈ વાળા, લીલેશભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે. તથા પો.કોન્સ. વિનુભાઈ બારૈયા, યુવરાજસિંહ વાળા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!