AMRELIJAFRABAD

જાફરાબાદના રોડ પર બની અકસ્માતની ઘટના

યોગેશ કાનાબાર રાજુલાજા

જાફરાબાદ ના મિતિયાળા રોડ ઉપરથી પસાર થતા મહાકાય ટ્રકોમાં રાક્ષસી પથ્થર ખુલ્લા માં લઈ જતા મોત નો પરવાનો

ગઈ કાલે રાતના મિતિયાળા ના જમાય તેમના પરિવાર સાથે રાજુલા તરફ જતા હતા અને રાજુલા થી મહાકાય છૂટા પથ્થર ભરી આવતા ટ્રકોમાં જે મિતિયાળા અને શ્રી હોટેલ નજીક આવેલ નદી ઉપરના થાળ પાસે ક્રોસ થતા એ મહા કાઈ પથ્થર પડતા રાતના સાડા દસ પછી આ બનાવ બનતા રિક્ષા ની પાછળથી આ પત્થર પડતા પરિવાર ને ખ્યાલ આવે તે પહેલાં જ ભયંકર દુર્ઘટના બની ગઈ અને નિર્દય ડ્રાઈવર ટ્રક લઈ બાબરકોટના પાટિયા પાસે રોકતા રોકાયેલ જેમણે આ પરિવારને ભગવાન ભરોસે છોડી મુકીને ફરાર થઈ ગયો હતો જાફરાબાદ થી રાત્રિના સમયે ટ્રકોમાં કાળા રાક્ષસી પથ્થર ભરી ખુલ્લું મોત લઈ જતા ટ્રકો ઉપર તંત્ર મહેરબાન છુટા પથ્થરો કોઈ ગંભીર અકસ્માત કરી ચાલ્યા જાય છે. પરંતુ પોલીસ તેમજ આરટીઓ ના નિયમનો ખુલ્લેઆમ ઉલાળીયો કરતા આવા ભયજનક ટ્રકો ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી કાળા પથ્થર ટ્રકોમાં એવી રીતે છુટા ખડકેલા હોય છે. આ પથ્થરો ટ્રકોમાં ખુલ્લામાં લઈ જવામાં આવતા હોય છે.પરંતુ કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે સ્થાનિક તંત્ર જાગે છે. મિતિયાળા પણ રાત્રીના સમયે કાળા પથ્થરો ભરી લઈ જવામાં આવતા હોય છે. જે આજે ઘટના ઘટી છે. તેવીજ ઘટના અગાઉ ઘડી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી થોડાક સમય પથ્થર ભરી જતાં ટ્રકો બંધ થઈ જાય છે. ફરીથી પાછા તંત્ર ની રહેમનજર થી ચાલુ કરી દેવામાં આવશે અવારનવાર ટ્રકો ભરીને લઈ જતા કાળા કાળમુખા પથ્થરો પરંતુ સ્થાનિક તંત્ર ધ્યાન આપતું નથી તંત્ર ની મીઠી નજર તળે ચાલતા મહાકાય ટ્રકો થી કોઈ ગંભીર અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ ? રાત્રીના સમયે લઈ જવાતા મોટી માત્રામાં પથ્થરો જે વધુ લોડીંગ માં હોય આરટીઓ ના નિયમો વિરુદ્ધ હોવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવી લોક મુખેથી ચચૉઓ થઈ રહી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!