AMRELIJAFRABAD

જાફરાબાદ મહુવા લોકલ બસ બંધ થતા પ્રવાસીઓ પરેશાન

અહેવાલ..યોગેશ કાનાબાર રાજુલા

મહુવા જાફરાબાદ લોકલ બસ ઘણા સમયથી બંધ કરી દેવાતા આ બસને મુસાફર જનતા માટે ફરી ચાલુ કરવા માટે જુદી જુદી સંસ્થાઓ ની ઉચ્ચ કક્ષાએ માંગ

મહુવા જાફરાબાદ લોકલ એસટી બસ ચાલું કરવા માટે સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સિટિઝન ફોરમ ઓન હ્યુમન રાઈટ તથા જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત મહુવા ડેપો ની ‌લોકલ એસટી બસ જે સવારના જાફરાબાદ રુટ ઉપર ચાલતી હતી જે લાંબા સમયથી બંધ કરી દેવામાં આવેલ છે. આ મહુવા જાફરાબાદ,મહુવા જાફરાબાદ, વચ્ચે જે લોકલ બસ ચાલતી હતી આ બસને ફરીવાર ચાલું કરવા માટે જાગૃત નાગરિકે મહુવા ડેપો મેનેજર ને તેમજ ભાવનગર ડીસી સાહેબ ટેલીફોનીક રજુઆત તેમજ લેખિત ફરિયાદ કરેલ છે. છત્તા પણ એસટી તંત્ર ધ્યાન પણ લીધું નથી ને આંખ આડા કાન કરી રહેલ હોય જાફરાબાદ થી મહુવા જાવા માટે એક બસ સાંજ ના સમયે ચાલુ કરવા આવી છે. પરંતુ સવારના ૬, વાગ્યે લોકલ બસ મળતી નથી મહુવા , જાફરાબાદ બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ જનતા માંથી થતાં અગાઉ પણ સંસ્થાઓ દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી જાફરાબાદ મોટું બંદર હોય જાફરાબાદ થી દવાખાનાના દર્દીઓ મહુવા જાય છે. તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોના લોકો મહુવા જાય છે. જાફરાબાદ થી મહુવા જાવા માટે લોકો એસટી ની અવેજીમાં ખાનગી વાહનોનો સવારે આઠ મેજિક તેમજ ઇકો ગાડીઓ મુસાફરો ને ભરી ભરીને જાય છે. અને એસટી ને મોટી ખોટ જાય છે.તો શું આ બાબતે એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ના ધ્યાન ઉપર આવતું નથી કે પછી ખાનગી વાહનો સાથે સેટિંગ છે ? ખાનગી વાહનો માં મુસાફર જનતા કમરતોડ ઉંચુ ભાડું સુકવી મુસાફરી કરતા હોવા છતાં પણ એસટી તંત્રની આંખ ખુલતિ નથી અને મહુવા મેડિકલ ક્ષેત્રમાં હબ ગણાય છે. મહુવા થી દવાખાનાના દર્દીઓ સારવારના દવા લઈ ને આ બસમાં પરત ફરે છે. મહુવા જાફરાબાદ ૬.૦૦ વાગ્યે સવારના એસટી બસ ચાલતી હતી આ બસને કોઈ અકલ કારણોસર બંધ કરી દેવામાં આવી છે જાફરાબાદ થી સવારના મેજીક , ઇકો, ટેમ્પા, પ્રાઇવેટ વાહનો ભરીને લોકો વધુ ભાડું ચુકવીને અકસ્માત ના ભય વચ્ચે મહુવા જાફરાબાદ, જાફરાબાદ, મહુવા , ની મુસાફરી કરી રહ્યા છે. એસટી તંત્ર મોટી આવક ગુમાવી રહીં છે. આ કુદરતી ન્યાય અને સિદ્ધાંત ના વિરુદ્ધ છે. જે અતિશય ગુનાહિત બાબત છે. લોકો ના માનવ અધિકારો નો ભંગ થાયછે. લોકો પારાવાર હાડમારી વેઠવી રહ્યા છે. આ બસને ચાલું કરવા માટે એસટી તંત્રને કંઈ સમસ્યા નડે છે ? તે સમજાતું નથી આ અંગે ડેપો મેનેજર ભાવનગર ને વારંવાર લેખિત તેમજ ટેલિફોનીક રજૂઆત કરવામાં આવી છત્તા પણ ધ્યાન પણ લેવામાં આવતું નથી અને તેઓ કહે છે કે અમને ઉપર થી મજુરી મળતી નથી એસટી તંત્રએ જનતા ને મળતી સુવિધા છિનવી લીધી છે. એસટી તંત્ર ના અણઘડ વહીવટ થી પારાવાર મુસાફર જનતા હેરાન થઈ રહી છે. એસટી લોકો ની સુવિધા માટે ચાલેછે નહીં કે લોકો ને ત્રાસ આપવા માટે જો આ બાબતે લોકો ને ન્યાય આપવામાં નહીં આવેતો જાફરાબાદ ની જનતા વેપારી એસોસિયેશન, અને જુદી જુદી સંસ્થાઓ મળીને ઉગ્ર આંદોલનના મંડાણ કરશે અને મહુવા અભ્યાસ કરવા જતાં વિધાર્થીઓ પણ બસ રોકો ચક્કાજામ, જેવા કે સંવિધાન ની આર્ટિકલ ૧૯, આપેલા અધિકારો નો ઉપયોગ કરીને એસટી સામે આંદોલન કરવામાં આવશે અમારી વ્યાજબી માંગણી ને નજર અંદાજ કરશો નહીં આંદોલન કરવા મજબૂર બનાવશો નહીં આ બાબતે સંસ્થાઓ દ્વારા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સિટિઝન ફોરમ ઓન હ્યુમન રાઈટ સંસ્થાઓ દ્વારા આર્ટિકલ ૨૨૬ માં આપેલ અધિકાર મુજબ નામદાર હાઈકોર્ટે માં જાહેર હિતની અરજી પી.આઇ. એલ. દાખલ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી એસટી તંત્રની રહે છે. જેની ગંભીર નોંધ લેશોજી બસ જાફરાબાદ થી મહુવા સવારના ૬. કલાકે બસ ચલાવી ઉપરોક્ત અમારી માંગણી ને ગંભીરતા પૂર્વક ધ્યાનમા લેવામાં આવે તથા મુસાફર જનતા ની સુવિધા ચાલુ કરવામાં આવે તેવી ઉપરોક્ત માંગણી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!